________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૬૦] ભાવશ્રુતજ્ઞાનમાં આવી ગયો છે. ૨૧૧.
દષ્ટિનું પરિણમન સ્વભાવમાં થયું તે થયું, પછી એને સંભારવું છે ક્યાં? એ તો સચિનું પરિણમન થયું તે થયું તે સદાય રહ્યા જ કરે છે, નિઃશંક છું એમ સંભારવું પડતું નથી ને શુભાશુભમાં હોય કે આત્માના અનુભવમાં હોય તોપણ સમ્યફનું પરિણમન તો જે છે તે જ છે. ૨૧ર.
| વિકારની તુચ્છતા ભાસે તો વીર્ય ત્યાંથી ખસે, અને સ્વભાવની મહિમા ભાસે તો વીર્ય ત્યાં ઢળે. ૨૧૩.
અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે, ઘર થઈ જાય છે. અભિપ્રાય બદલવો એ એને જીવન બદલવા જેવું લાગે છે. ૨૧૪.
જૈન એટલે અંતરમાં સમાય તે જૈન છે. બહારના જેટલા ઉભરા આવે એ તો બધા પ્રકૃતિના ચાળા છે. વિકલ્પ ઊઠે ઈ પણ બધા પ્રકૃતિના ચાળા છે. ૨૧૫.
*
જેણે બહારમાં કયાંક રાગમાં, સંયોગમાં, ક્ષેત્રમાં એમ ક્યાંક ને કયાંક કોઈ દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, આ ઠીક છે એમ માનીને ત્યાં વિસામામાં કાળ ગાળ્યો તેણે પોતાના આત્માને ઠગી લીધો છે. ર૧૬.
સ્વના લક્ષનો માર્ગ અલૌકિક છે. આ તો વીતરાગનો માર્ગ છે. વીતરાગ કહે છે કે તું મારી સામું ન જો. આમ વીતરાગ સિવાય બીજો કોણ કહી શકે ? ૨૧૭.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com