________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૭૨] સમસ્ત સંસારનો નાશ થઈ જાય છે. ર૬૮.
હું અભેદ છું. “નિર્વિકલ્પ અહમ” એમ પાઠ છે. વિકલ્પ–ભેદ નથી એ તો નાસ્તિથી વાત છે તેથી તે ન લીધી પણ હું નિર્વિકલ્પ છું. એમ કહ્યું. હું ઉદાસીન છું. આહાહા ! આવી ચીજ સમજવા બધા આગ્રહ છોડવા જોઈએ. અમે જાણીએ છીએ એવા અભિમાન છોડવા જોઈએ. હું ઉદાસીન છું. મારી બેઠક ધ્રુવમાં છે. મારું આસન ધ્રુવ છે. પરથી તો હું ઉદાસ છું પણ પર્યાયથી પણ ઉદાસ છું. ૨૬૯.
ત્રણે કાળ ને ત્રણે લોકમાં શુદ્ધ નિશ્ચયનયે એકલો જ્ઞાનરસ ને આનંદકંદ પ્રભુ હું છું. આવો છું એવી દષ્ટિ તે આત્મભાવના છે. હું આવો છું તથા બધાય જીવો ભગવત્ સ્વરૂપ છે. પરમાત્મસ્વરૂપ બધા જીવો છે. વસ્તુ તરીકે બધા જીવો આવા છે. આવા આત્માને અનુભવવો તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન ને તેમાં કરવું તે ચારિત્ર છે. એ રીતે મન-વચનકાયાથી તે કૃત-કારિત-અનુમોદનાથી બધાય જીવો આવા છે એમ નિરંતર એટલે કે અંતર પાડ્યા વિના આ ભાવના કરવા લાયક કર્તવ્ય છે. એ સિવાય કાંઈ કરવા લાયક માને તે આત્માનો અનાદર છે. ૨૭૦.
*
સર્વજ્ઞ જિનેન્દ્રદેવે જે આત્મા ધ્રુવ કહ્યો છે તેને જે જીવ અવલંબે છે તેને તે ધ્રુવસ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થાય છે. તેને તે આત્મા શુદ્ધપણે ઉલ્લભ્યો તેમ કહેવામાં આવે છે. જેમ અનાદિ અજ્ઞાનથી પુણ્ય-પાપના ભાવ તે હું એવો મિથ્યાત્વનો અનુભવ છે તે દુ:ખનો અનુભવ છે. તેમ જ્ઞાનીને અતીન્દ્રિય આનંદામૃતના ભોજન છે. ર૭૧.
પ્રશ્ન- જ્ઞાનીની પ્રરૂપણામાં અસની પ્રરૂપણા આવે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com