________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮]
[ પરમાગમસાર ભગવાન આત્મા છે. ૧૯૯.
અમારો ચૈતન્ય ઉપયોગ હણાતો જ નથી. હણાય તેને ઉપયોગ જ કહેતાં નથી. પણ પ્રભુ ! કેવળજ્ઞાન નથી ને! કેવળજ્ઞાનનું કામેય શું છે? કેવળજ્ઞાનની ખાણ હાથમાં આવી છે તેને કેવળજ્ઞાન આવશે જ. ૨૦૦.
પરમાત્મદશા એ પણ દ્રવ્યમાં નથી, એનાથી રહિત છે. આહાહા ! દ્રવ્ય ઉપર લક્ષ ગયા વિના એને પ્રતીતિમાં જોર આવી શકતું નથી, જોર આવતું જ નથી. પર્યાયનું લક્ષ છોડીને હું તો આ જ વર્તમાનમાં છું.-એમ દ્રવ્યમાં ભળી જાય છે ત્યારે જ પ્રતીતિમાં જોર આવી શકે છે. ૨૦૧.
ભગવાન આત્મા જ્ઞાનની લહેરે ઊછળતો, પરના કામ અને રાગના કામ મારા (જ્ઞાતાદખાના) નહીં. એમ દષ્ટિ કરતાં કેવળજ્ઞાનને કાંઠે આવીને ઊભો છે. ૨૦૨.
રાગ હોવા છતાં સાધકના હૃદયમાં સિદ્ધ ભગવાન કોતરાયેલા છે. ૨૦૩.
કર્મનો ઉદય ભવિષ્યમાં કેવો આવશે એમ નહીં જો ! પણ હું ભવિષ્યમાં એવો આવીશ (થઈશ) કે પુરુષાર્થ લાગુ પડી ગયો તો ક્ષણમાં કેવળજ્ઞાન લાવીશ. ૨૦૪.
કાગળ ઉપરના (ચિતરેલા) દીવા ખડને બાળે નહીં, તેમ એકલા શાસ્ત્રના જ્ઞાને સંસાર બળે નહીં. ૨૦૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com