________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૫૭ આત્મ-અનુભવ સિવાય બધાં મીંડા છે. લાખ કષાયની મંદતા કરે. કે લાખ શાસ્ત્ર ભણે પણ અનુભવ વિના બધાં મીંડા છે અને કાંઈ ન આવડે છતાં અનુભવ થયો તો બધું આવડે છે, જવાબ દેતાં પણ ન આવડે પણ કેવળજ્ઞાન લેશે. ૧૯૪.
થોડું પણ સાચું ગ્રહણ કરે તો તેટલામાં કેવળજ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે. અને થોડું પણ વિપરીત ગ્રહણ કરે તો તેટલામાં અનંતા નિગોદના ભવ કરવાની તાકાત છે. ૧૯૫.
ક્રોધમાં રંગાયેલો કહે કે અમે ક્રોધના જ્ઞાતા છીએ તો એમ નથી એ તો ક્રોધથી રંગાયેલો છે. જ્ઞાતા નથી. જ્ઞાનથી જે રંગાયેલો છે. એ જ ક્રોધના પરિણામનો જ્ઞાતા છે. ૧૯૬.
ભાઈ ! તું વિશ્વાસ લાવ કે મારા આનંદ આગળ બધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભુલાઈ જાય એવી વસ્તુ હું છું. ૧૯૭.
પાત્ર થવું કઠણ છે વાત કરતાં શીખી ગયો એટલે હું સમજી ગયો એમ માને તો એમ નથી આ તો બાપુ સમજવું બહુ દુષ્કર છે, કેટલી પાત્રતા, કેટલી સજ્જનતા, કેટલી લાયકાત હોય ત્યારે ઈ સમજવાને લાયક થાય. ૧૯૮.
અહો ! જેના આનંદની એક ક્ષણની લહેજતમાં-લહેરકીમાં ત્રણલોકના સુખ વિષ જેવા લાગે, ઝેર જેવા લાગે, તરણા જેવા તુચ્છ લાગે એવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com