________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૫૬ ]
[ પરમાગમસાર પ્રશ્નઃ- સમ્યગ્દર્શનનું માહાત્મ્ય ઘણું ઘણું કરવામાં આવે છે તેનું શું
કારણ ?
ઉત્તરઃ- સમ્યગ્દર્શનમાં પૂર્ણ પરમાત્મા પ્રતીતિમાં આવી ગયા છે. એના માહાત્મ્યનું શું કહેવું! પૂર્ણ પ્રભુ પ્રતીતિમાં આવી ગયા છે પછી બાકી શું રહ્યું ? ૧૮૯.
*
સિંહ ચારેકોર ફરતાં હોય ને જેમ ઊંઘ ન આવે, હથિયાર બંધ પોલીસ પોતાને મારવા ફરતો હોય ને જેમ ઊંઘ ન આવે તેમ તત્ત્વ નિર્ણય ન કરે ત્યાં સુધી એને સુખેથી ઊંઘ ન આવે. ૧૯૦.
*
બહારની વિપદા એ ખરેખર વિપદા નથી. બહારની સંપદા એ સંપદા નથી. ચૈતન્યનું વિસ્મરણ તે જ મોટી વિપદા છે, ચૈતન્યનું સ્મરણ ખરેખર સાચી સંપદા છે. ૧૯૧.
*
સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય, આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રુચિ કરવા જાય ત્યાં જ પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. એ જ પુરુષાર્થ આવ્યો ( એ જ પુરુષાર્થનું સ્વરૂપ છે.) ૧૯૨.
*
આત્માનો વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. અંદરથી રુચે તો વીર્ય ઉછળે, એ કયાં ઉછળે છે? સાધારણ ધારણા અને માહાત્મ્ય તો અનંતી વાર આવ્યા. પણ ખરેખર માહાત્મ્ય અંદરથી આવવું જોઈએ. બાકી એ જ રહી ગયું છે ને! પહેલાં માહાત્મ્ય આવે છે અને પછી માહાત્મ્યની ઉગ્રતા થતાં એકાગ્રતા થાય છે. ૧૯૩.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com