________________
પર ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર જગતનો સાક્ષી થઈ ગયો. પર ચીજ મારી છે એવી દૃષ્ટિ છૂટી ગઈ છે તેથી તેનો સાક્ષી થયો છે, પર મારું ને હું તેનો એ માનવું છૂટી ગયું છે ને સકળ પારદ્રવ્યનો જાણનશીલ થયો છે. અરે ! પરમાત્મા હોય તો પણ હું તો તેનો જાણનાર છું, અને સ્ત્રી-પુત્ર આદિ હોય તેનો પણ હું જાણનાર છું, તેઓ કોઈ મારાં નથી. મારું શું છે?-કે જ્ઞાન ને આનંદસ્વરૂપ તે હું છું – તેમ પોતાની ચીજનો પોતાથી અનુભવ કરે છે અને પોતાની ચીજથી ભિન્ન ચીજનો જાણનાર રહે છે. ૧૭૩.
સાધક જીવ પરદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ, પરદ્રવ્યરૂપ ભાવકર્મ–દયા-દાન આદિ ભાવકર્મ અને શરીરાદિ પ્રત્યે ઉદાસીન છે, કેમ કે શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં તેને શુદ્ધ ચૈતન્ય ઉપાદેય છે. ધ્રુવને ધ્યાનમાં લઈ જ્યારથી આત્માનો અનુભવ થયો ત્યારથી તે જીવ પોતાના પૂર્ણાનંદ સ્વરૂપને ઉપાદેય જાણતો હોવાથી રાગાદિ વિકલ્પ ઉઠે તેના પ્રત્યે ઉદાસીન છે. ૧૭૪.
પોતાના સ્વરૂપને જાણતા નથી એવા અજ્ઞાની જીવો રાગ સાથે એકતાબુદ્ધિ કરીને “રાગ મારું કર્તવ્ય છે”—એવી અજ્ઞાનપણે કર્તાકર્મની પ્રવૃત્તિ કરી રહ્યા છે. રાગ સાથે એકત્વપણું માન્યું છે પણ જ્ઞાયક પ્રભુ એકરૂપ થયો નથી. રાગની એકતાબુદ્ધિ એ અજ્ઞાનનો અભ્યાસ છે ને રાગથી ભિન્ન પડીને શાયકનો અભ્યાસ તે ધર્મનો અભ્યાસ છે-જ્ઞાનનો અભ્યાસ છે. ૧૭૫.
પ્રશ્ન- હમારે લિય ઇસ ચક્કરસે છૂટકે લિયે કોઈ રાસ્તા નહિ હૈ?
ઉત્તરઃ- પરથી ભિન્ન છું તેવું ભેદજ્ઞાન કરવું તે જ એક સંસારના ચક્કરથી છૂટવાનો રસ્તો છે. બીજો કોઈ દુ:ખથી છૂટવાનો રસ્તો નથી. ૧૭૬.
પ્રશ્ન:- ધર્મ કરવો હોય પણ કુગુરુ મળી જાય તો શું કરવું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com