________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૫૧ શક્તિની પર્યાય ઉછળે છે–પ્રગટ થાય છે.
પ્રશ્ન- ઉછળે છે એટલે શું?
ઉત્તરઃ- દ્રવ્ય વસ્તુ છે, તેમાં અનંતી શક્તિઓ છે, એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે તેને ઉછળે છે એમ કહેવામાં આવે છે. ૧૭૦.
અતીન્દ્રિય આનંદની મૂર્તિ સ્વરૂપ ભગવાન આત્માના અનુભવ માટે નિમિત્ત કે વ્યવહારરત્નત્રયના રાગના અવલંબનની બિલકુલ જરૂર નથી, કેમ કે પોતાના શુદ્ધ સ્વરૂપને જીવ પોતે પોતાની મેળે અનુભવવા સમર્થ છે. ભગવાનની વાણીથી અનુભવ થાય કે ગુરુના ઉપદેશથી અનુભવ થાય એમ છે જ નહીં. પોતાની મેળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાના સામર્થ્ય વડે જીવદ્રવ્ય શોભાયમાન છે. પોતે પોતાની મેળે શુદ્ધ સ્વરૂપને અનુભવતો થકો સમસ્ત જગતના સાક્ષીભાવે શોભા પામે છે, માટે પરની કે રાગની અપેક્ષા વિના તારા શુદ્ધ સ્વરૂપને તું અનુભવ. ૧૭૧.
અનુભવની વિધિનું વર્ણન કરતાં આચાર્યદવ કહે છે કે જીવદ્રવ્ય પોતાની મેળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાને સમર્થ છે. રાગની મંદતા હતી કે ઘણાં વ્રત-તપ આદિ કર્યા તેથી આત્મજ્ઞાન થયું તેમ નથી. પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હતું ત્યારે અજ્ઞાનપણે વિકારના ભાવને વેદવા અનુભવવા સમર્થ હતો એવો જીવદ્રવ્ય પોતે પોતાની મેળે પોતાના શુદ્ધદ્રવ્યને અનુભવવા સમર્થ છે, પણ અજ્ઞાનીને નિજદ્રવ્યની કિંમત નથી. ૧૭ર.
આનંદના સ્વભાવને અનુભવવા સમર્થ થયો ત્યારથી સમસ્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com