________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૫૦]
પામરતાના સંસ્કાર છૂટશે નહીં. ને તુચ્છતાના-પામરતાના સંસ્કાર છૂટયા વિના મહિમાવંત પ્રભુની મોટાઈ લાગશે નહીં. તેથી અશુદ્ધતા જાય ને શુદ્ધતા થાય તે એક જ કાળે છે. ૧૬૭.
પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને? અનંત ગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને? –કાં પરનું અભિમાન, કાં રાગનું અભિમાન, કાં પોતે કયાં અટકે છે તેની ખબર નથી (વગેરે.) તેથી અંતરમાં જઈ શકતો નથી. ૧૬૮.
આત્મા જ્ઞાનમાત્ર છે' તેમ કહેતા આત્મા શરીરરૂપ નથી, વાણીરૂપ નથી, પુણ્ય-પાપરૂપ નથી ને એક સમયની પર્યાયમાત્ર પણ નથી. “આત્મા જ્ઞાનમાત્ર છે' તેમ કહેતાં જ્ઞાન દર્શન, અકાર્યકારણ, ભાવ આદિ અનંત શક્તિમય આત્મા છે. પ્રભુ! તારા ઘરની શી વાત! તારામાં અનંતી શક્તિઓ ભરી પડી છે ને એક-એક શક્તિ અનંત સામર્થ્યવાન છે, એકએક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક-એક શક્તિમાં બીજી અનંત શક્તિનું રૂપ છે, એક-એક શક્તિ બીજી અનંત શક્તિમાં નિમિત્ત છે. એવી એક-એક શક્તિમાં અનંતી પર્યાય છે, તે પર્યાય ક્રમે ક્રમે થતી હોવાથી તે ક્રમવર્તી છે. તથા અનંતી શક્તિઓ એક સાથે રહેતી હોવાથી તે અક્રમવર્તી છે. એ અક્રમવર્તી ને ક્રમવર્તી ગુણ-પર્યાયનો પિંડ તે આત્મદ્રવ્ય છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે તેથી તેની દષ્ટિ કરતાં પરિણમન પણ શુદ્ધ જ હોય. ૧૬૯.
જ્ઞાનમાત્ર વસ્તુ છું એવી દષ્ટિ થતાં પર્યાયમાં જીવત્વશક્તિનું પરિણમન થયું તેની સાથે જ્ઞાન-દર્શન-આનંદ અકાર્યકારણત્વ આદિ અનંતી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com