________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પર
પરમાગમસાર]
ઉત્તર:- અંદરની સાચી પાત્રતા હોય તો સાચા નિમિત્તો સહજ મળી જાય. સાક્ષાત્ ભગવાન મળી જાય. સિંહુ જેવા પ્રાણીને પણ અંદરની પાત્રતા તૈયાર થતાં જંગલમાં આકાશમાંથી મુનિઓ નીચે ઉતરી બોધ આપે છે. પાત્રતા હોય તો નિમિત્તનો યોગ ગમે તેમ મળી જાય છે. અંદરની પાત્રતા હોય ને સાચો યોગ ન મળે એમ ન બને. ૧૭૭.
* પ્રશ્ન:- શુદ્ધનયનો વિષય અંશ છે કે અંશી ? ઉત્તર:- નયનો વિષય અંશ છે. પ્રશ્ન- શુદ્ધનયનો વિષય પરિપૂર્ણ છે ને?
ઉત્તર:- પરિપૂર્ણ હોવા છતાં વર્તમાન પર્યાય વિનાનો હોવાથી તેને અંશ કહેવાય છે. પરંતુ એ અંશ ત્રિકાળી હોવાથી તે અપેક્ષાએ તેને અંશી પણ કહેવાય. ૧૭૮.
એકબાજા જ્ઞાનસિંધુ છે ને બીજી બાજા ભવસિંધુ છે. જ્યાં રુચે ત્યાં જા. ૧૭૯.
પ્રશ્ન:- સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાય છે ને?
ઉત્તર:- સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાય છે તેનો અર્થ સવિકલ્પથી નિર્વિકલ્પ થાય છે તેમ નથી પણ નિર્વિકલ્પ થતાં પહેલાં હું શુદ્ધ છું, બુદ્ધ છું, જ્ઞાયક છું એવા વિકલ્પો આવે છે તેને પણ છોડીને અંદર અભેદ સ્વભાવનો આશ્રય લેતાં નિર્વિકલ્પ થાય છે ત્યારે તેને સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થયો તેમ ઉપચાર આવે છે –ઉપચારથી કહેવાય છે. ૧૮૦.
પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૩માં, નવતત્ત્વને ભૂતાર્થથી જાણતાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com