________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરમાગમસા૨ ]
કોણ ?
[૪૫
પ્રશ્ન:- આત્મામાં જે શુભાશુભ ભાવો થાય છે તેનું મૂળ ઉપાદાન
ઉત્તર:- અશુદ્ધ ઉપાદાનથી આત્મા પોતે શુભાશુભ ભાવમાં વ્યાપક થઈને કરતો હોવાથી આત્મા તેનો કર્તા છે અને શુદ્ધ ઉપાદાનથી જોઈએ તો પુણ્ય-પાપ ભાવ તે આત્માનો સ્વભાવભાવ ન હોવાથી અને તે પુદ્દગલના લક્ષે થતા હોવાથી તે પુદ્ગલનું કાર્ય છે. પુદ્દગલ તેમાં વ્યાપક થઈને કર્તા થાય છે. જ્યારે સ્વભાવ ઉપર દૃષ્ટિ જાય છે ત્યારે જ્ઞાની. યોગ અને ઉપયોગ (રાગ) નો સ્વામી થતો ન હોવાથી જ્ઞાની તેનો કર્તા નથી પણ જ્ઞાનીના જ્ઞાનમાં રાગ નિમિત્ત થાય છે. ૧૪૯.
*
જેમ ભક્તિ આદિ બંધનું કારણ છે તેમ શાસ્ત્રભણતર પુણ્યબંધનું કારણ છે. પણ તેમાંથી નીકળીને જ્ઞાયકનો અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે. શાસ્ત્ર કહે છે શું? આચારાંગાદિમાં કહે છે શું-કે આત્માનો અનુભવ કરવો. પ૨થી, રાગથી ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર ભણતરનો ગુણ છે પણ અભવીને તેનો અભાવ હોવાથી તે અજ્ઞાની છે, આત્મા શુદ્ધજ્ઞાનમય છે કે જે શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પણ રહિત છે. એવા આત્માનું જેને જ્ઞાન નથી તે શાસ્ત્ર ભણ્યો પણ તેથી શું? ૧૫૦.
*
પ્રશ્ન:- તો પછી અમારે શાસ્ત્ર ભણવા કે નહીં?
સમાધાનઃ- આત્માના લક્ષે શાસ્ત્ર ભણવા તેમ પ્રવચનસારમાં કહ્યું છે કેમ કે શાસ્ત્રનું કહેવું એમ છે કે, ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત આનંદની મૂર્તિ છે, તેનું જ્ઞાન કરવું, અનુભવ કરવો. કરણાનુયોગ કે ચરણાનુયોગના ભણતરનો લાભ શું?-કે તે ચારેય અનુયોગ ભણવાનો ગુણ જે આત્માનો અનુભવ તે પ્રાપ્ત કરવો, તે શાસ્ત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com