________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
ગમસાર પ્રશ્ન- કોઈ અપેક્ષાએ દ્રવ્ય પરિણામી છે ને?
ઉત્તર:- (ધ્રુવ) દ્રવ્ય તો અપરિણામી છે. બંધ મોક્ષના પરિણામને દ્રવ્ય કરતું નથી, પણ પર્યાય દૃષ્ટિથી કહેવું હોય તો પર્યાય ધ્રુવમાંથી આવે છે ને ધ્રુવમાં જાય છે તેથી પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમન કરે છે. દ્રવ્ય દષ્ટિએ નિષ્ક્રિય છે, પર્યાય દષ્ટિ અપેક્ષાએ સક્રિય છે. ૧૪૫.
પ્રશ્ન:- પરલક્ષી જ્ઞાનથી આત્મા જણાય નહીં ને અનાદિ મિથ્યાદષ્ટિને સ્વલક્ષી જ્ઞાન નથી તો સાધન શું?
ઉત્તરઃ- રાગથી ભિન્ન પડવું તે સાધન છે. પ્રજ્ઞાછીણીને સાધન કહો કે અનુભૂતિને સાધન કહો, તે એક જ સાધન છે. ૧૪૬.
પ્રશ્ન:- પરિણામી નિશ્ચયથી પોતાના પરિણામનો કર્યા છે અને વળી પૂર્વ પર્યાયનો વ્યય કર્તા છે તે કઈ રીતે?
ઉત્તરઃ- ખરેખર તો ઉત્પાદની પર્યાયનો કર્તા ઉત્પાદ જ છે. પણ અભેદ ગણીને ઉપચારથી પરિણામીને કર્તા કહેવાય. પરંતુ (ધ્રુવ ) દ્રવ્ય તો પરિણમતું જ નથી. ધ્રુવ દ્રવ્ય તો નિષ્ક્રિય છે, પલટે છે તે પર્યાય છે. વ્યયને ઉત્પાદનો કર્તા કહેવું તે પણ વ્યવહાર છે. પદ્ધારકના પરિણામ, ધ્રુવ અને વ્યયની અપેક્ષા વિના, સ્વયંસિદ્ધ ઉત્પાદ થાય છે. ૧૪૭.
જિજ્ઞાસુને પહેલા એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું. શંકાને સ્થાન ન હોય, આયુષ્ય બંધાઈ ગયું હશે તો! એવી શંકાને સ્થાન ન હોય. મોળી-પાતળી વાત આત્માને માટે ન કરવી. અનંત ગુણોથી બંધાએલો પોતે છે તેને જો, તું જ દેવાધિદેવ છો તેમ લેવું જોઈએ. ૧૪૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com