________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬]
[ પરમાગમસાર ભણતરનો લાભ છે. એટલે કે આત્માનો અનુભવ કરવો તે શાસ્ત્રઅભ્યાસનું તાત્પર્ય છે. ૧૫૧.
પ્રશ્ન:- પર્યાય દ્રવ્યને અડતી નથી તો આનંદ કેવી રીતે આવે ?
ઉત્તર:- પર્યાય દ્રવ્યને અડતી ન હોવા છતાં પૂરા દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે, તોપણ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. ધર્મી અને ધર્મ બે વસ્તુ છે. પર્યાય વ્યક્ત છે ને ધ્રુવવસ્તુ અવ્યક્ત છે. બે એક દ્રવ્યના ધર્મ હોવા છતાં વ્યક્ત અવ્યક્તને અડતું નથી, પરંતુ પર્યાયનું લક્ષ દ્રવ્ય સન્મુખ છે. તેથી પર્યાય આનંદરૂપ પરિણમે છે. ૧૫ર.
પ્રશ્ન:- અમે આત્માનું ધ્યાન તો ઘણું કરીએ છીએ પણ આત્માનો અનુભવ કેમ થતો નથી?
ઉત્તર:- આત્માનો ખરો પ્રેમ આવવો જોઈએ. જેમ બાળકને વ્હાલી માતા દેખાતા અને યુવાનને વ્હાલી સ્ત્રી દેખતા અંતરથી પ્રેમ આવે છે, પ્રેમ ઉભરાય છે. તેમ અંતરથી આત્માનો સાચો પ્રેમ આવે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. આત્માનો અનુભવ થતો નથી તેનું કારણ હજુ આત્મા પ્રત્યે ખરો પ્રેમ જાગ્યો નથી. ૧૫૩.
પ્રશ્ન:- આચાર્યદેવે સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટે છ માસ અભ્યાસ કરવા કહ્યું છે અને અમને તો ૨૫-૩૦ વર્ષથી થતું નથી તો કઈ વિધિ બાકી રહી જાય છે?
ઉત્તર:- અંતરમાં ઊંડાણમાંથી રુચિ ને લગની લાગવી જોઈએ, તે વિધિ બાકી રહી જાય છે. છ માસ સુધી અંદર ધૂન લાગવી જોઈએ. જો આત્માના લક્ષે છ માસ આત્માની ધૂન લાગે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહીં. ૧૫૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com