________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
[ પરમાગમસાર ૫૨માત્માપણું સાંભળતાં એને અંદરથી ઉલ્લાસ ઊછળવો જોઈએ. એની લગની લાગવી જોઈએ. એને માટે ગાંડા થવું જોઈએ. આવા ૫૨માત્મસ્વરૂપની ધૂન લાગવી જોઈએ. સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે? જરૂર પ્રગટ થાય જ. ૧૨૯.
*
એક સમયની વર્તમાન હલચલ થતી-પરિણમન થતી પર્યાયની પાછળ પ્રભુ પોતે બિરાજમાન છે પણ પુણ્ય-પાપને જોવા આડે તેની પાછળ જે ભગવાન બિરાજી રહ્યો છે તેને તું જોતો નથી. ૧૩૦.
*
જ્ઞાનની દશામાં અનુભૂતિસ્વરૂપ ભગવાન જણાય છે, છતાં તેને તું કેમ જાણતો નથી. અરેરે!! જ્ઞાનની દશામાં ભગવાન જણાવા છતાં અનાદિથી વિકલ્પને તાબે થઈને રહ્યો હોવાથી ભગવાન જણાતો નથી. જ્ઞાનરૂપી અરીસાની સ્વચ્છતામાં ભગવાન આત્મા જણાવા છતાં પોતાને ખબર કેમ પડતી નથી ?-કે રાગના વિકલ્પને વશ થયો હોવાથી તેની નજરમાં રાગ આવે છે તેથી ભગવાન જણાવા છતાં જણાતો નથી. અજ્ઞાની અનાદિથી દયા-દાન આદિ વિકલ્પને તાબે થઈ ગયો હોવાથી જ્ઞાનની વર્તમાન દશામાં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જણાય છે તોપણ તેને જણાતો નથી. ૧૩૧.
*
અનાદિથી જે મોહની સેના છે તેને કઈ રીતે જીતવી ? તેને જીતવાનો ઉપાય શું ?-એ ઉપાય આચાર્ય મહારાજ અહીં બતાવે છે. જેણે ત્રણકાળ ત્રણલોકને એક સમયમાત્રમાં જાણી લીધા છે એવા અદ્વૈતદેવના દ્રવ્યને, ગુણને ને પર્યાયને પ્રથમ ખરેખર જાણવા. ખરેખર એટલે ?-કે તેમને જાણીને પોતે પણ તેમના જેવો છે એમ મેળવણી કરવા માટે સ્વના લક્ષે અદ્વૈતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા. ૧૩૨.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com