________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૩૯
પરિણામ બીજું તત્ત્વ કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. જે સમયે જે દ્રવ્યની જે ક્રમબદ્ધપર્યાય થાય છે. તેનો કર્તા અન્ય દ્રવ્ય નથી એમ કહીને સિદ્ધ એમ કરવું છે કે જીવ છે તે રાગનો કર્તા નથી, જીવ તો જ્ઞાન શ્રદ્ધા આનંદનું કાર્ય કરે છે. ૧૨૬.
*
જીવ જ્ઞાન ને આનંદના પરિણામે ઉપજતો થકો રાગના પરિણામનું કારણ નથી. ચૈતન્યપ્રકાશસ્વરૂપ અતીન્દ્રિય આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલો ભગવાન છે, તેને દૃષ્ટિમાં લીધો છે. એવો જીવ જ્ઞાતા-દષ્ટાના પરિણામે ઉપજવા છતાં રાગના કાર્યનો કર્તા નથી. જે જીવ અનુભવના કાર્યપણે ઊપજ્યો તે રાગના કાર્યપણે ઉપજે એમ બનતું નથી, કારણ કે વિકારરૂપ પરિણમે એવી તેની કોઈ શક્તિ નથી. જીવ કર્તા એટલે કે કારણ અને વીતરાગી પર્યાય તે તેનું કાર્ય એવું હોવા છતાં રાગના કાર્યનું કારણ જીવ નથી કે પરદ્રવ્યના કાર્યનું કારણ જીવ નથી. ૧૨૭.
*
નિરંતર કલ્યાણમય એવા પરમાત્મતત્ત્વને વિષે દેહ-મન-વાણી ઉદયભાવ તો નથી જ. રાગ તો નથી જ પણ ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ઘનય કહેતો નથી. આહાહા! ૫૨માત્મતત્ત્વ તો સદાય શુદ્ધ જ છે. પર્યાયમાં ધ્યાનની જમાવટ જામી છે. આનંદની પરિણિત જામી છે એવી પર્યાય પણ પરમાત્મતત્ત્વમાં હોવાનું શુદ્ઘનય કહેતો નથી. આહાહા ! પોતાને પામર.... પામર... પામર... માની લીધો છે એને પોતે સદાય પ૨માત્મા છે એમ બેસવું કઠણ પડે છે. તેણે પોતાને સાધારણ પ્રાણી માની લીધો છે. ૧૨૮.
*
અરે ભાઈ ! તારા જેવું કોઈ ધનાઢય નથી ! તારી અંદરમાં ૫૨માત્મા બિરાજે છે એથી વિશેષ ધનાઢયપણું શું હોઈ શકે? આવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com