________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ ૫૨માગમસાર કરવો છે કે તે મોક્ષ થયો છે તેમ નથી, પણ એ શક્તિરૂપ મોક્ષનો આશ્રય કરીને જે પર્યાય થાય તે વ્યક્તિરૂપ મોક્ષ છે. તે વ્યક્તિરૂપ મોક્ષ મોક્ષમાર્ગની પર્યાયથી પ્રાપ્ત થાય છે. પણ દ્રવ્યથી પ્રાપ્ત થતો નથી. પર્યાય છે તે મોક્ષ પ્રગટ કરે છે. ત્રિકાળી ધ્રુવદ્રવ્ય મોક્ષને પ્રગટ કરતું નથી. કે જડકર્મ મોક્ષને પ્રગટ કરતું નથી. આ પણ ખરેખર તો શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી મોક્ષનું કા૨ણ કહ્યું, પણ તે અપેક્ષિત છે. બાકી તો મોક્ષનો માર્ગ વ્યય થઈને મોક્ષની પર્યાય થાય. ૧૧૭.
*
અનંત શક્તિનો સમ્રાટ એવો જે ભગવાન આત્મા તે સમ્યગ્દર્શનનું ધ્યેય છે. પણ સમ્યગ્દર્શનરૂપ ધ્યાન તેમાં નથી. સમ્યગ્દર્શન ધ્યાન છે ને ત્રિકાળી વસ્તુ ધ્યેય છે. એમ સ્વસંવેદનજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન નહીં, પરલક્ષીજ્ઞાન નહીં તે ધ્યાનરૂપ છે. અને નિજાનંદ પ્રભુ ધ્યેયરૂપ છે તે ધ્યાનરૂપ નથી. કારણ કે ધ્યાન વિનશ્વર છે, કેમ કે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે પર્યાય છે ને મોક્ષ થતા મોક્ષમાર્ગની પર્યાય નાશ થઈ જાય છે-વ્યય થઈ જાય છે. શુદ્ધ પારિણામિકભાવ તો અવિનાશી છે. કોઈ પરિણમન થવું કે પરિણમનનો અભાવ થવો એવું તેમાં નથી. ૧૧૮.
*
સમ્યગ્દર્શનમાં ક્ષયોપશમજ્ઞાન છે તે કેવું છે-કે નિર્વિકાર-સ્વ સંવેદન લક્ષણવાળું છે, એમ કહીને એમાં કહે છે કે, શાસ્ત્રજ્ઞાન છે તે કાર્ય નહીં કરે પણ નિર્વિકારી સ્વસંવેદનજ્ઞાન છે તે કાર્ય કરે છે. તેને અહીં ક્ષયોપશમજ્ઞાન કહે છે. સમ્યગ્દર્શન થતાં જે જ્ઞાન છે તે ક્ષયોપશમજ્ઞાન છે, ભલે ક્ષાયિક સમ્યગ્દર્શન હો પણ જ્ઞાન તો ક્ષયોપશમજ્ઞાન છે. ૧૧૯.
*
નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વસંવેદનજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com