________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૩૫
શુદ્ધ પારિણામિક ભાવ છે તે ભાવનારૂપ નથી, તે વર્તમાન પર્યાયરૂપ નથી. મોક્ષના કારણ રૂપ જે અબંધ પરિણામ છે તે ભાવનારૂપ છે ને ત્રિકાળ શુદ્ધ પારિણામિક તે ભાવનારૂપ નથી, એ તો ભાવ છે. રાગ તો કયાંય દૂર રહી ગયો. પણ મોક્ષનો માર્ગ પણ ભાવનારૂપ હોવાથી તે શુદ્ધ પારિણામિકભાવથી ભિન્ન છે. ૧૧૪.
*
મિથ્યાત્વભાવ છે તે વિકારીભાવ છે, તે પણ પોતાના ષટ્કા૨કોથી થાય છે, તેને કર્મની કે નિમિત્તની અપેક્ષા નથી. જ્યારે વિકારની પર્યાયને પણ કે જે આત્માનો સ્વભાવ નથી. તેમ જ કોઈ એવી શક્તિ નથી કે વિકારને કરે, છતાં પણ સ્વતંત્રપણે પોતાના એક સમયના ષટ્કારકથી થાય છે, તો પછી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય છે તે પોતે એક સમયના ષટ્કારકથી પરિણમન થઈને જ ઉત્પન્ન થાય. જે નિશ્ચય મોક્ષમાર્ગને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની પણ અપેક્ષા નથી તે વ્યવહા૨૨ત્નત્રયના રાગથી થાય એમ કેમ બને ? ૧૧૫.
*
શુદ્ધ પારિણામિકભાવ એવા ત્રિકાળી સહજાનંદ પ્રભુને અવલંબનારી જે ભાવના-ત્રિકાળી નિજાનંદ પ્રભુ તે ભાવ છે અને તેના લક્ષે-તેના અવલંબે જે નિશ્ચયમોક્ષનો માર્ગ પ્રગટે છે તે ભાવના છે. એવી ભાવનારૂપ ઉપશમ ક્ષયોપશમ ક્ષાયિક ભાવો સમસ્ત રાગાદિ રહિત છે. ઉપશમાદિ ભાવો સમસ્ત રાગાદિ રહિત છે. એટલે કે કોઈ પણ રાગનો અંશ મોક્ષમાર્ગ હોઈ શકે નહીં. જે ભાવે તીર્થંકગોત્ર બંધાય તે મોક્ષનો માર્ગ ન હોય, તે ઉદયભાવ છે તેથી બંધ ભાવ છે અને જે આ ઉપશમાદિ ભાવો છે તેઓ સમસ્ત રાગાદિ રહિત હોવાથી મોક્ષમાર્ગ છે મોક્ષનાં કારણ છે. ૧૧૬.
*
જે શક્તિરૂપ મોક્ષ છે તે તો ત્રિકાળ સ્વભાવભાવ છે. તે મોક્ષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com