________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [ ૩૭
પરમાગમસાર]
તે જ્ઞાન છે. શાસ્ત્રભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પ-સ્વસંવેદનલક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિમાત્રલક્ષણ સ્વસંવેદનજ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી-સ્વસંવેદનજ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણીથી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદનજ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદનજ્ઞાનથી એને જણાય એવા છે. ૧૨૦.
*
નિર્વિકારી આનંદ સહિત જે જ્ઞાન હોય તેને સમકિતિનું ક્ષયોપશમ જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન થતાં આત્મ-અનુભવ થતાં તેની પર્યાયમાં આખો આત્મા આવતો નથી. પણ બધી શક્તિઓ પર્યાયમાં એકદેશ પ્રગટ થાય છે. તારો આત્મા તને શેનાથી જણાય ?-કે આનંદની અનુભૂતિ સહિતના સ્વસંવેદનજ્ઞાનથી આત્મા જણાય એવો છે, જ્યારે અનંત શક્તિઓ એક અંશે પર્યાયમાં પ્રગટ થાય ત્યારે આત્મા જણાય છે. ૧૨૧.
*
જેને આત્મા જણાયો છે એવો ધ્યાતા પુરુષ, ધર્મી જીવ કે જેને સ્વસંવેદન આનંદની અનુભૂતિ સહિતનું જ્ઞાન એક અંશે પ્રગટયું છે, તે પ્રગટેલી દશાનું ધ્યાન ધ્યાની-જ્ઞાની કરતો નથી. અનુભવની જે પર્યાય છે તે એકદેશ પ્રગટ પર્યાયરૂપ છે, છતાં ધ્યાતા પુરુષ ધ્યેયનું ધ્યાન કરનારો પુરુષ તે પ્રગટ પર્યાયનું ધ્યાન કરતો નથી. ધર્મી કોનું ધ્યાન કરે છે? ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટી છે છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી, તો કોનું ધ્યાન કરે છે?-કે એક સમયની પર્યાય પાછળ બિરાજમાન જે નિરાવરણ-અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિકભાવલક્ષણ-નિજપ૨માત્મદ્રવ્યનું ધ્યાન કરે છે. સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું ? સમ્યગ્દષ્ટિ ધર્મીનો વિષય શું?-કે ત્રિકાળી-આત્મા
સકળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com