________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨ ]
[ પરમાગમસાર
પહેલાં ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે તે કરતાં પહેલા દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર! દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી અને બહારના ત્યાગ કરી બેસે છે તે મિથ્યાત્વના જ પોષણનું કારણ છે. ૯૯.
*
ગાય, ભેંસ, વગેરે પશુની વિષ્ટાના પોદળા (છાણ ) મળતા ગરીબ સ્ત્રીઓ ખુશી ખુશી થઈ જાય છે. અને ધન વૈભવ મળતા શેઠીયાઓ ખુશી ખુશી થઈ જાય છે, પણ વિષ્ટાના પોદલા ને ધનાદિમાં કાંઈ જ ફેર નથી. એક વાર આત્માના નિધાનને દેખે તો બહારના નિધાનોની નિર્માલ્યતા ભાસે. ૧૦૦.
*
દેવ-ગુરુ-શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ! તારી મહિમા તને આવે તેમાં અમારી મહિમા આવી જાય છે. તારો તને મહિમા આવતો નથી તો તને અમારો પણ ખરેખર મહિમા આવ્યો નથી. અમને તેં ઓળખ્યા નથી. ૧૦૧
*
સર્પના બચ્ચાને તેની માનું જ્ઞાન છે તેથી તે સર્પથી ડરે નહીં. સિંહના બચ્ચાને તેની માનું જ્ઞાન છે તેથી સિંહનું બચ્ચું સિંહથી ડરે નહિ. તેમ જ્ઞાન તેને કહીએ કે જેનાથી નીડરતા અને નિર્ભયતા આવે, તે ક્યારે આવે-કે જ્યારે શુદ્ધાત્માનું સાચું જ્ઞાન થાય ત્યારે. ૧૦૨.
*
જીવની દયા પાળવાના ભાવને લોકો જૈનના સંસ્કાર માને છે, પણ તે જૈનના સાચા સંસ્કાર નથી, જૈનના સાચા સંસ્કાર તો રાગથી ભિન્ન ચૈતન્યને માનવો તે જૈનના સાચા સંસ્કાર કહેવાય. ‘જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ, એહી વચનસે સમજલે જિન પ્રવચનકા મર્મ.’
૧૦૩.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com