________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૩૧ તારા સ્વભાવસાગરની અશાતના ન થાય અને આરાધના થાય તેની આ વાત છે. આત્મામાં એક એક ગુણની અનંતી શક્તિ શુદ્ધ છે. એવા અનંત અનંત ગુણોની શુદ્ધતાનો આશ્રય જે પરિણતિ લ્ય છે તે પરિણતિને શુદ્ધત્વ પરિણમન કહે છે. તેને આત્માની આરાધના કહે છે. ૯૪.
આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં. પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે આત્મસ્વરૂપને પામે જ. ૯૫.
વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે-તે જેમ શલ્ય છે, તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. આત્મવસ્તુ તરફ દષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે. ૯૬.
અનંતા પ્રતિકૂળ દ્રવ્યો આવી પડે તેનાથી આત્મા હુલ્યો હુલે નહિ, તીવ્રમાં તીવ્ર આકરા અશુભ પરિણામો થાય તેનાથી પણ ધ્રુવ આત્મા હુલ્યો હુલે નહીં અને એક સમયની પર્યાયથી પણ આત્મા હુલ્યો હુલે નહિ. એવા અગાધ સામર્થ્યવાળો ધ્રુવ આત્મા છે, તેને લક્ષમાં લેવાથી ભવભ્રમણ છૂટે એવું છે. ૯૭.
મને બહારનું કાંઈક જોઈએ તેમ માનનાર ભીખારી છે. મને મારો આત્મા જ જોઈએ તેમ માનનાર બાદશાહ છે. આત્મા અચિંત્ય શક્તિનો ધણી છે, જે ક્ષણે જાગે તે જ ક્ષણે જાગતી જ્યોત આનંદસ્વરૂપ અનુભવમાં આવી શકે છે. ૯૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com