________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[પરમાગમસાર
૩૦]
અને હું એક છું, એવું મિથ્યાત્વનું ભાતું લઈને જવું છે? રાગથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ હું છું, એવું ભાતું સાથે લઈ જાય તો આગળ વધવામાં એને કામ આવશે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં ઊંડે ઊંડે તળીયે ધ્રુવમાં પર્યાયને લઈ જવાની છે. એ તો ધીરાના-વીરાના કામ છે. ૯૦.
*
પ્રશ્ન:- જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો ?
ઉત્તર:- એનો સ્વભાવ પોતાને જાણવાનો છે પણ અજ્ઞાનીની દૃષ્ટિ પર ઉપર છે. એટલે પોતે જણાતો નથી. ૫૨માં કયાંક કયાંક અધિકતા પડી છે એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે તેથી પોતે જણાતો નથી. ૯૧.
*
શરીર-ધન-મકાન આદિ અનુકૂળતા દેખીને તને વિસ્મયતા અને કુતૂહલતા આવે છે તો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે, અજાયબઘર છે તેનું કુતૂહલ તો કર! ભગવાન સર્વદેવે જેના આટલા-આટલા વખાણ ને મહિમા કર્યા છે એવો આત્મા કેવો છે તેને દેખવા કુતૂહલ તો કર ! એકવાર વિસ્મયતા તો કર કે તું કેવડો મોટો મહાન પદાર્થ છો! તેને દેખવા-અનુભવવાનું કુતૂહલ તો કર! નરકનો નારકી મા પીડામાં પડયો છે પણ આવા મહાન આત્માની કુતૂહલતા કરીને આત્માને અનુભવે છે તો તું આવા અનુકૂળ યોગમાં એકવાર કુતૂહલ તો કર! ૯૨.
*
પર્યાયની સ્વતંત્રતા જેને બેસે નહીં તેને દ્રવ્ય-ગુણ કે જે અવ્યક્ત શક્તિ સ્વભાવ છે તેની સ્વતંત્રતા બેસી શકે જ નહીં, વર્તમાન અંશ સ્વતંત્ર છે એ જેને બેસે તેને જ દ્રવ્યની સ્વતંત્રતા બેસી શકે છે. ૯૩.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com