________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૯ કુટુંબ ને કોના મકાન મિલ્કત! એકદમ ફુ થઈને ક્ષણમાં દેહ છૂટી જશે. કુટુંબ કીર્તિ ને મકાન બધું અહીં પડ્યું રહેશે. અંદરથી ભગવાનને છૂટો પાડ્યો હશે તો મરણ સમયે છૂટો રહેશે. જો દેહની ભિન્નતા નહિ કરી હોય તો મરણ સમયે ભીંસમાં ભીંસાઈ જશે, માટે ટાણા છે ત્યાં દેહથી ભિન્નતા કરી લેવા જેવું છે. ૮૭.
સમ્યગ્દષ્ટિને રાગ કે દુ:ખ નથી એમ કહ્યું છે એ તો દૃષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે અને જેટલો રાગ છે એટલું દુ:ખ પણ સાધકને છે તેમ જાણે છે. પર્યાયમાં રાગ છે દુઃખ છે તેને જો જાણે નહિ તો ધારણાજ્ઞાનમાં પણ ભૂલ છે. સમ્યગ્દષ્ટિને દૃષ્ટિનું જોર બતાવવા આસ્રવ નથી તેમ કહ્યું છે પણ જો આસ્રવ સર્વથા ન હોય તો મુક્તિ હોવી જોઇએ. ૮૮.
રાગ છે તે ચૂડેલ ડાકણ સમાન છે, રાગનો પ્રેમ કરવાથી એ તને ખાઈ જશે – ભરખી જશે. પાપરાગની તો શું વાત ! પણ શુભરાગ કે જેણે હજારો રાણી છોડીને રાજપાટ છોડીને પંચમહાવ્રતના શુભરાગમાં પ્રેમ કર્યો છે તે આનંદસ્વરૂપ આત્માને ઘાયલ કરે છે, મારી નાખે છે. વીતરાગભાવ ધર્મ છે તેને રાગભાવથી ધર્મ મનાવે તે વીતરાગના વેરી છે. પાપી મિથ્યાદષ્ટિ છે. ૮૯.
(જેમ મુસાફર) એક ગામથી બીજે ગામ જાય તોય ભાતું સાથે લઈને જાય છે તો બીજા ભવમાં જવા માટે કાંઈ ભાતું હોય કે નહિ? શ્રદ્ધા – જ્ઞાનનું ભાતું સાથે લઈને જવું જોઈએ. બાયડી સામે જોવે તો પાપ, છોકરી સામું જોવે તો પાપ, પૈસા સામું જોવે તો પાપ, પર સામું જતાં બધે પાપ. પાપ ને પાપ છે. અરે ! કયાં એને જવું છે? રાગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com