________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮]
[ પરમાગમસાર અંતરના પ્રયત્નથી પમાય છે. માટે તે જ થઈ શકે તેવું તેનું સરળ ને સહજ કાર્ય છે, માત્ર અણ-અભ્યાસથી કઠણ લાગે છે. ૮૩.
પ્રશ્ન:- સ્વરૂપનો અનુભવ થયો ન હોય અને શુભને હેય જાણવાથી સ્વછંદી થઈ ન જાય?
ઉત્તર:- શુભરાગને હેય જાણવાથી શુભરાગ છૂટતો નથી. સ્વભાવનું મહાભ્ય આવતાં શુભરાગનું મહાભ્ય છૂટી જાય છે પણ શુભરાગ છૂટતો નથી. શુભરાગ તો ભૂમિકા અનુસાર એના કાળે આવ્યા વિના રહેશે નહિ. વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું સાચું જ્ઞાન કરવાથી સ્વછંદતા થઈ શકે નહિ. ૮૪.
જેમ પુત્રમાં પિતાની અણસાર આવે છે તેમ મોક્ષમાર્ગી મુનિઓમાં વીતરાગી જિન ભગવાનનો અણસાર-વીતરાગતાનો અણસાર આવે છે. શાંત... શાંત... વીતરાગતા... અકષાય તરવરે છે. “બહેનશ્રીનાં વચનામૃત” વાંચશે તેના કાળજામાં સત્યના ઘા વાગી જાય એવી વાતો છે. આ પક્ષની વાત નથી. વસ્તુ સ્થિતિની વાત છે. ૮૫.
પ્રશ્ન:- આ સત્ય વાત સાંભળવા છતાં અત્યારે ધર્મ ન પામે તો?
ઉત્તરઃ- સત્યનું શ્રવણ આદિ રસ પૂર્વક કરે છે તેથી તેનાથી સંસ્કાર પડે છે. એ સંસ્કારથી ધર્મ પમાય છે. ભલે અત્યારે વિકલ્પ ન તૂટે તોપણ એના સંસ્કારથી આગળ વધીને ધર્મ પામે છે. ૮૬.
મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહિ આવે કે લ્યો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે. અરે ! સ્વપ્ના જેવો સંસાર છે. કોના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com