________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૨૭ તેને રહે છે કે, એક ક્ષણ પણ તે છોડવા લાયક નથી. પરમાત્માને પડખે આવ્યો પછી એક ક્ષણ પણ પરમાત્માનું પડખું છોડવા લાયક નથી અને પુણ્ય-પાપના પડખે ચડવા જેવું નથી. એક ક્ષણ પણ શુદ્ધાત્માને વિસ્મરણ કરવા યોગ્ય નથી. રાગનું કાર્ય કદી પણ ગ્રહણ કરવા લાયક નથી અને શુદ્ધાત્માને કદી પણ છોડવા લાયક નથી, અને જેને રાગનો રંગ ચડી ગયો છે તેને પરમાત્માનો રંગ કેમ ચડે? અને જેને પરમાત્માનો રંગ ચડી ગયો છે તેને રાગનો રંગ કેમ ચડે? હજુ સમ્યગ્દષ્ટિને રાગ આવે છે ખરો, પણ રાગનો રંગ ચડતો નથી, અને શુદ્ધાત્માનો રંગ એક સમયે માત્ર પણ ઉતરતો નથી. સમ્યગ્દષ્ટિને અતીન્દ્રિય સુખનો અનુભવ ધારા પ્રવાહરૂપથી ચાલે છે તે એની મોટપ (મહાનતા) છે. ૮૧.
પ્રશ્ન – જાડીબુદ્ધિ હોય તો રાગ અને આત્માનું ભેદજ્ઞાન કેમ કરી
શકે ?
ઉત્તર:- આત્માની બુદ્ધિ જાડી નથી. આત્માનો રસ ને રુચિ હોય તો બુદ્ધિ (આ વિષયમાં) કામ કરે છે. સંસારના કામનો રસ હોય છે તો ત્યાં બુદ્ધિ જાડી રહેતી નથી. બધા પડખાનો વિવેક કરીને લાભ થાય તેમ કરે છે. જ્યાં રુચિ હોય ત્યાં વીર્ય કામ કરે છે, બુદ્ધિ કામ કરે છે, જો આત્માનો રસ જાગે, રુચિ જાગે તો વીર્ય પણ કામ કરે છે, બુદ્ધિ પણ કામ કરે છે, અને ભેદજ્ઞાન પામે છે. આત્માના કાર્ય માટે આત્માની સાચી ચિની જરૂર છે. ૮૨.
પ્રશ્ન:- અંતરનો માર્ગ બહુ કઠણ લાગે છે?
ઉત્તર- અંતરનો માર્ગ કઠણ નથી. સહેલો છે, હળવો છે, સરળ છે, કઠણ તો જે થઈ શકે નહીં તે હોય. લાખ પ્રયત્ન કરે છતાં પરમાણુ આત્માનો થાય નહિ, એથી એ કઠણ કહેવાય પણ આત્માનો માર્ગ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com