________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૩૩
૧૨ અંગના જ્ઞાનને પણ સ્થૂલ જ્ઞાન કહ્યું છે કે જે બાર અંગનું જ્ઞાન લખ્યું લખાય નહિ, ભણ્યું ભણાય નહિ. સાંભળીને કહી શકાય નહિ, છતાં એ જ્ઞાનને સ્થૂલ કહ્યું છે. જે જ્ઞાન રાગને ભિન્ન પાડીને પર્યાયને ભગવાન બનાવે છે તે જ્ઞાનને ભગવતીપ્રજ્ઞા કહે છે. સમ્યજ્ઞાન કહે છે. એ ભગવતીપ્રજ્ઞા વડે ભવના નીવેડા આવે છે. ૧૦૪.
*
અન્યાયથી ઉપાર્જન કરેલી લક્ષ્મી, બળાત્કારથી લાવેલી સ્ત્રી સમાન લાંબો વખત ટકશે નહિ. ધણીના ગુણપ્રેમથી આકર્ષાયેલી સ્ત્રી કાયમ રહેશે. તેમ ન્યાયથી ઉપાર્જિત લક્ષ્મી લાંબો વખત ટકી રહેશે. નીતિ તે કપડા સમાન છે. અને ધર્મ તે દાગીના સમાન છે. કપડાં વિના દાગીના શોભતા નથી, તેમ નીતિ વિના ધર્મ શોભા પામતો નથી. ૧૦૫.
*
વીર્યનું ફો૨વવું જેટલું દોષ તરફ જાય તે બાલવીર્ય છે, અને વીર્યનું જેટલું વલણ ગુણ તરફ જાય તે પંડિતવીર્ય છે. ૧૦૬.
*
ભદ્રિકપણું એટલે પોતાનો નાનો દોષ કોઈ દેખાડે અથવા તો પોતે દેખે ત્યાં તુરત જ પોતે કબૂલ જ કરે છે, બીજાનો નાનો ગુણ દેખે ત્યાં બહુમાન કરે. પોતાની મોટપ વધારવા ને બીજાની હીણપ કરવામાં જે પ્રકારના વિચાર, વાણી અને વર્તન થાય તે ભદ્રિકતા ન ગણાય, પણ વક્રતા કહેવાય. પોતાની જે હદ હોય તે હદ ઉપરાંત વધારે પોતાની મોટપ બતાવવા જે વર્તન થાય તે વક્રતા છે. ૧૦૭.
*
પોતામાં જે ગુણ ન હોય અને બીજા કોઈ તે ગુણ કહે, તમે આવા ગુણી છો, ત્યારે જ્ઞાનીને એમ થાય છે કે, મારામાં આ ગુણ નથી અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com