________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરમાગમસા૨]
[૨૫
જ્ઞાનથી આત્મા ભિન્ન છે. ૭૪.
*
જ્ઞાન ને આત્મા એમ બે ધ્વનિ ઉઠે છે માટે જ્ઞાન ને આત્મા જુદા હશે એવી શંકા ન કરવી. ગુણને જ અહીં ગુણી કહેવો છે. જ્ઞાન તે જ આત્મા છે. નામ ભિન્ન પડયું માટે ભાવ અને ભાવવાન એટલે કે જ્ઞાન ને ભગવાન બે જુદા છે એમ જરીયે શંકા ન કરવી. નામ ભલેને જુદા પડયા પણ ભાવ જુદા નથી. ૭૫.
*
ચારિત્ર તે ધર્મ અને તેનું મૂળ સમ્યગ્દર્શન તથા તેનું ફળ કેવળજ્ઞાન, તેની સામે કહે છે કે તું ભગવાન સ્વરૂપ છો પણ તેને ભૂલી જવું ભ્રમણા છે, એ ભ્રમણા પુણ્ય-પાપરૂપી અધર્મનું મૂળ છે અને તેનું ફળ સંસાર છે. ૭૬.
*
જેને સુખી થવું હોય તેને કહે છે કે શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે સર્વાંગ જ્ઞાનથી ભરેલી છે તેની સન્મુખ થવું તે સુખી થવાનો માર્ગ છે, તે ધર્મ છે. સર્વાંગ જ્ઞાનથી ભરેલી ચૈતન્યવસ્તુમાં રહેતાં શુદ્ધતા થાય છે અને અશુદ્ધતા નાશ થાય છે તેનું નામ પોતાનું હિત એટલે કે કલ્યાણ છે. ૭૭.
*
અરે ! અનાદિથી તને વિજ્ઞાનઘન આત્માની મહિમા બેઠી નથી. અનાદિથી બાહ્ય ચીજમાં આશ્ચર્યતાને કારણે પોતાના જ્ઞાનસ્વરૂપ કરતાં ૫૨માં કાંઈક વિશેષતા તથા વિસ્મયતા લાગતાં ત્યાંથી ખસતો નથી. ભગવાન આત્મા સર્વાંગે જ્ઞાનથી ભરેલો છે. એટલે કે અસંખ્ય પ્રદેશે જ્ઞાનથી ભરેલો છે. તેની અદ્ભુતતાને નિહાળવા એકવાર પ્રયત્ન તો ક૨! ૭૮.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com