________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરમાગમસા૨ ]
[૨૩
ઉત્તર:- પુણ્યથી દેવ-ગુરુ-વાણીનો યોગ મળે છે તે બરાબર છે પણ પુણ્યભાવ વર્તમાનમાં દુઃખરૂપ છે ને ભાવી દુઃખનું કારણ તેમ શાસ્ત્રમાં કહ્યું છે. કેમકે પુણ્યથી જે સામગ્રી મળશે તેના લક્ષે રાગ થશે તે દુઃખરૂપ છે. ભગવાનની વાણી મળે તેની સામે લક્ષ જાય તે રાગ દુઃખરૂપ છે. શુભ રાગ આવે છે, હોય છે પણ ચેતનનો ધર્મ શુભાગ નથી. શુભરાગ દુઃખરૂપ છે. આહાહા! આ વાત જગતને આકરી લાગે તેવી છે. ઝીણી વાત છે. બેસવી કઠણ પડે તેવી છે પણ જે સત્ય છે તે આમ જ
છે. ૬૮.
*
જ્ઞાનમાં ચૈતન્યસ્વભાવની મોટપ ભાસ્યા વિના જ્ઞાન અંદરમાં ઢળી શકતું નથી. જ્ઞાનમાં ચૈતન્યસ્વભાવનો મહિમા ને મોટપ ભાસે ત્યારે જ જ્ઞાન અંદરમાં ઢળી જાય છે. ૬૯.
*
આત્મવસ્તુ કે જેના ધ્રુવદળમાં અનંત શાંતિ ને અનંત વીતરાગતા છે તેનો પર્યાયમાં અનુભવ નથી એટલે કે અનુભવની શક્તિ જેણે પ્રગટ કરી નથી ને રાગની રુચિમાં પડયા છે તે જીવ, ચૈતન્યચંદ્ર અર્થાત્ ઉપશમરસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાનસ્વરૂપનાં અનુભવ વિના તેને પામી શકતા નથી. દયા-દાન આદિ કોટિ ઉપાય કરે તોપણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. રાગની ક્રિયા લાખ શું કરોડ કરે તોપણ ભગવાન આત્મા પ્રગટ થાય એવો નથી. ૭૦.
*
તો ઉપાય શું?-કે જે દશાની દિશા ૫૨ ઉ૫૨ છે તે દશાની દિશાને સ્વઉપર વાળવી તે ઉપાય છે. રાગાદિ તો ૫૨ વસ્તુ છે તેનાથી આત્મા સંવેધમાન થતો નથી. સ્વ સ્વયં સંવેધમાન છે. પોતાના વડે સંવેધમાનસંવેદનમાં આવવા યોગ્ય છે. આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેમાં પોતાના વડે એકતા કરે અને વિભાવથી પૃથકતા કરે તે ઉપાય છે ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com