________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨]
[પરમાગમસાર
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિ અંતરમાં તો નિર્ભય જ છે, બાહ્યમાં ભયપ્રકૃતિમાં જોડાવાથી અસ્થિરતાનો જરી ભય દેખાય છે તોપણ અંતર સ્વરૂપમાં તો નિર્ભય જ છે. તેથી તે આલોક પરલોક આદિ સાતે પ્રકારના ભયથી રહિત નિર્ભય છે. ૬૫.
*
પ્રશ્ન:- વાંચન-શ્રવણ-મનન કરવાં છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી?
ઉત્તર:- વાંચન આદિ તો બધું બહિર્મુખ છે ને આત્મવસ્તુ આખી અંતર્મુખ છે. એથી એને અંતર્મુખ થવું જોઇએ. ૫૨ને જાણવાનો ઉપયોગ સ્થૂલ છે તેને સૂક્ષ્મ કરી અંતર્મુખ કરવાનો છે. અંતરમાં ઊંડાણમાં જાય તો અનુભવ થાય. જ્ઞાયક... શાયક... જ્ઞાયક... છું, ધ્રુવ છું એવા અંતરમાં સંસ્કાર નાખે તો આત્માનું લક્ષ થઇને અનુભવ થાય જ. ૬૬.
*
પ્રશ્ન:- શાસ્ત્ર દ્વારા મનથી આત્મા જાણ્યો હોય તેમાં આત્મા જણાયો છે કે નહિ ?
ઉત્તરઃ- એ તો શબ્દજ્ઞાન થયું. આત્મા તો જણાયો નથી આત્મા તો આત્માથી જણાય છે. શુદ્ધ ઉપાદાનથી થયેલાં જ્ઞાનમાં સાથે આનંદ આવે પણ અશુદ્ધ ઉપાદાનથી થયેલાં જ્ઞાનમાં સાથે આનંદ આવે નહિ અને આનંદ આવ્યા વિના આત્મા ખરેખર જાણવામાં આવતો નથી. ૬૭.
*
પ્રશ્ન:- શુભ-અશુભ ભાવનો વ્યવહારે ભેદ હોવા છતાં પરમાર્થે ભેદ માનનાર ઘો૨ સંસારમાં રખડશે તેમ શાસ્ત્રમાં કહ્યું છે, અને દેવ ગુરુવાણી પુણ્ય વિના મળતા નથી તો આવતા ભવે તે મેળવવા માટે પુણ્યની તો અપેક્ષા રહે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com