________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૧૯
ઉત્તર:- જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જાણવા માટે તો બધા નયો કહ્યા છે. પણ ધર્મરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે તો એકરૂપ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યસામાન્યદ્રવ્ય છે તે જ આશ્રય કરવા યોગ્ય છે. જાણવાના વિષયમાં આદરવાપણું માની લેતાં દૃષ્ટિની વિપરીતતા થાય છે. ૫૪.
*
(દરેકને ) દેહ છૂટવાનો કાળ સમયે સમયે નજીક આવી રહ્યો છે. જો વાસ્તવિકપણે એ દેહને નહિ છોડે તો દેહ છૂટવા ટાણે. ખરેખર એણે દેહને છોડયો નથી પરંતુ દેહે એને છોડયો છે. આગમમાં જેવું વસ્તુસ્વરૂપ કહ્યું છે એના સમ્યક્ નિર્ણય વિના એ વાસ્તવિકપણે દેહને છોડી શકશે નહીં. ૫૫.
*
તારા સ્વભાવ સિવાય ભાઈ! બીજે ક્યાંય તને મીઠાશ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહિ આવવા દે. ચૈતન્યની મીઠાશમાં પરની મીઠાશ તને વિઘ્ધ કરશે. માટે હે ભાઈ! સમજીને પરની મીઠાશ છોડ. પ૬.
*
પોતાના આનંદ નિધાનને ભૂલેલું અને આત્માના અતીન્દ્રિય આનંદને નહિ પામેલું આખું જગત ભીખારી છે. કેમ કે ધન આદિ વિષયો પાસે તે આનંદની ભીખ માગી રહ્યું છે. સંતો તેને સંબોધે છે કે, અરે! વિષયોના ભીખારી! તું તો ચૈતન્ય રાજા છો. રાજા થઈને તું ભીખ કાં માગ? તારામાં તો અતીન્દ્રિય આનંદનાં નિધાન ભરેલાં છે, તું ઈન્દ્રિય વિષયો પાસે ભીખ ન માગ. જરા શરમા! ભીખારીપણું છોડીને તારા આનંદ-નિધાનને સંભાળીને અતીન્દ્રિય આનંદનો ભોક્તા બન. ૫૭.
*
આનંદરસના રસિયા મુનિ કરુણા કરીને એમ કહે છે કે રે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com