________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
- [ ૧૭ વાત છે. ધ્રુવ વસ્તુ પોતે ધ્રુવ વસ્તુને જાણતી નથી. પણ પર્યાયમાં ધ્રુવ વસ્તુ જણાય છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે તેમ દર્શાવ્યું છે. તેમ અહીં પણ એમ કહ્યું કે સ્વાનુભૂતિથી વસ્તુ પ્રકાશે છે એટલે કે અનુભૂતિની પર્યાયમાં ધ્રુવ વસ્તુ જણાય છે. પરંતુ અનુભૂતિની અર્થાત્ પર્યાયની દષ્ટિ કરવાથી ધ્રુવ વસ્તુ પ્રકાશે છે, એમ અહીં કહેવું નથી. નિર્મળ પર્યાય વસ્તુનો આશ્રય કરે છે. ત્યારે તે નિર્મળ પર્યાયમાં વસ્તુ જણાય છે. જાણનારી પર્યાય હોવાથી પર્યાય દ્વારા દ્રવ્ય પ્રકાશે છે. તેમ કહ્યું છે. ૪૭.
દ્રવ્યદૃષ્ટિનો વિષય એવું જે આત્મદ્રવ્ય તેને સમ્યકપણે સમજવા માટે જ આચાર્યદવે નયનો અધિકાર લખ્યો છે. પ્રમાણ જ્ઞાનનો વિષય એવો જે દ્રવ્ય - ગુણ – પર્યાય સહિતનો આત્મા, તેના યથાર્થ જ્ઞાન વિના શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત દ્રવ્યસામાન્યનું અવલંબન શી રીતે લઈશ? દ્રવ્ય –ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે, પરંતુ યોગ્યતા રૂપ અનંત ધર્મો છે એ જાણીને ત્રિકાળી વસ્તુભાવને મુખ્ય કરી તેનું અવલંબન લેવું તે આ નયોના કથનનું પ્રયોજન છે. ૪૮.
ઇશ્વરનયનું તાત્પર્ય એમ છે કે, પરને વશ થવારૂપ પરતંત્રતા તે તારી સ્વતંત્રતા વડે ઊભી કરી છે, માટે તે પરવશતા પણ તું તારા સ્વતંત્ર સામર્થ્ય વડે તોડી શકીશ. તારી પરતંત્રતાના નાશ માટે તારે પર સામે જોઈને બેસી રહેવું પડે તેમ નથી. ૪૯.
*
પોતે વિકારરૂપે, રાગરૂપે પરિણમતો હતો. તેનો સ્વતંત્રપણે નાશ કરી શકવારૂપ ધર્મનો ધારક આત્મદ્રવ્ય છે. જેમ સ્વયં કર્મને વશ થઈને વિકારરૂપ પરિણમવાનો એક ધર્મ છે તેમ વિકારને નાશ કરવાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com