________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬]
[ પરમાગમસાર પાપના વિકારપણે હું છું એમ માનીને તેના ફળમાં એવા અનંત ભવ કર્યા છે. ૪૪.
(આત્મા) વસ્તુ જે જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ એનું જેને જ્ઞાન થયું તેને આત્મા ભાસે છે. તેને રાગનું થવું ભાસતું નથી એટલે કે રાગ મારો છે તેમ તેને ભાસતું નથી. રાગ સંબંધી જે પોતાનું જ્ઞાન તે જ્ઞાનનું થવું ભાસે છે. પોતાનું જ્ઞાન ને રાગનું જ્ઞાન તે જ્ઞાનપણે ભાસે છે પણ વિકારપણે ભાસતું નથી. ૪૫.
આ નિયમસાર શાસ્ત્રની ટીકામાં કહેલા ભાવોનું – વસ્તુસ્વરૂપનું નિરૂપણ અમે નવું કર્યું નથી. પણ ગણધર આદિ શ્રતધરોની પરંપરાથી ચાલ્યું આવે છે. એવા આ પરમાગમમાં એમ કહ્યું છે કે કારણપરમાત્મા તે જ ખરેખર આત્મા છે અને કારણ પરમાત્મા જ ખરેખર મોક્ષમાર્ગનો હેતુ છે. અહીં ત્રિકાળી પરમપરિણામિકભાવને ધ્યેય બતાવવું છે, તેથી પ્રગટ થતી મોક્ષમાર્ગરૂપ નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય તેમ જ પરસ્વભાવ કહીને આશ્રય કરવા યોગ્ય નથી – એમ કહ્યું છે. જેમ પદ્રવ્યના આશ્રયથી નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. તેમ નિર્મળ પર્યાયના આશ્રયથી પણ નવી નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. તેથી તેને પર સ્વભાવ તથા પરદ્રવ્ય કહ્યું છે. અહીં ભગવાનની ગાદીએ બેસીને અંદરથી વાત આવે છે તે પરમાત્માની કહેલી આવે છે. આજે અહીં બેસતાની સાથે જ વિચાર આવ્યો હતો કે પ્રભો! આ વાત આપની જ છે. ૪૫.
(સમયસાર) સંવર અધિકારમાં તો એમ કહ્યું છે કે, જાણનક્રિયા તે આધાર છે ને દ્રવ્ય તે આધેય છે. ત્યાં આશ્રયની (અવલંબનની) વાત નથી. પણ શેમાં–કોનામાં જણાય છે તે અપેક્ષાની મુખ્યતાથી ત્યાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com