________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૫
પરમાગમસાર] દેશના સાંભળવાને લાયક નથી, કેમ કે અમારે સંભળાવવું છે પરથી ભિન્ન આત્માના એકત્વરૂપ નિશ્ચયને, એ નિશ્ચય સ્વરૂપને તો ગ્રહણ કરતો નથી ને એકલા વ્યવહારને જ પકડે છે તે દેશના સાંભળવાને પાત્ર નથી. ૪૦.
અજ્ઞાની સુખને ઈચ્છે છે પણ સાચા સુખના ઉપાયનું ભાન નથી. જ્ઞાન નથી તેથી દુઃખના ઉપાયને સુખ જાણી જાણીને દુઃખમાં ઝંપલાવી મરે છે. અહીં ! સુખના સાચા ઉપાયના ભાન વિના સુખ મળે નહિ માટે સુખી થવા ઈચ્છનારે સુખનો સાચો ઉપાય શું છે તે જાણવું જરૂરી છે. ૪૧.
આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદે કહ્યું છે ને “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતા નહિ વાર.' ' જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે, અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઉતરશે. ૪૨.
સમયસાર ગાથા ૪૫ મા આઠ કર્મના ફળને દુઃખરૂપ કહ્યા છે. શાતા ફળને પણ દુ:ખરૂપ કહ્યા છે. આ તો જેને ચારગતિમાં બધુંય દુઃખ લાગ્યું હોય તેને માટે આ વાત છે. પ્રતિકૂળતાથી દુઃખ લાગે તે નહિ, સ્વર્ગ પણ જેને દુઃખરૂપ લાગે છે તેને માટે આ આત્મહિતની વાત છે. ૪૩.
લસણ-ડુંગળીની રાઈ જેટલી કણીમાં અસંખ્ય ઔદારિક શરીર હોય છે ને એક શરીરમાં અનંત જીવ હોય છે એવા તો તે અનંત ભવ કર્યા. એ કેમ કર્યા? – કે આત્મા “જ્ઞ' સ્વભાવી વસ્તુ છે. આત્મા જેવી વસ્તુ છે તેવી તે રીતે ન ભાસી ને તેનાથી વિરુદ્ધ ભાવ તે પણ હું છું. પુણ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com