________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
[ પરમાગમસાર હોય છે. કોઈને બાર અંગનું જ્ઞાન હોય તેથી કાંઈ સમ્યગ્દર્શન વિશેષ નિર્મળ હોય ને કોઈને ક્ષયોપશમ થોડો હોય તેથી સમ્યગ્દર્શનમાં નિર્મળતા ઓછી હોય એમ નથી. સમ્યગ્દર્શનના પરિણામ આત્માનો આશ્રય લઈને સ્વતંત્ર પ્રગટ થાય છે. વિષય-કષાયના પરિણામ હોય તે સમ્યગ્દર્શનને બાધા કરતા નથી પણ વિશેષ સમાધિ-(નિર્મળતા ) થઈ શકતી નથી. ૩૬.
પ્રશ્ન:- શાસ્ત્રથી આત્માને જાણ્યો અને પછી પરિણામ આત્મામાં મગ્ન તે બેમાં આત્માને જાણવામાં શું ફેર છે ?
ઉત્તર:- શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ ધારણારૂપ જાણપણું છે અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ વેદનથી જાણે છે. તેથી એ બેમાં મોટો ફેર છે, અનંતગણો ફેર છે. ૩૭.
(જો) કોઈ આકરી પ્રતિકૂલતા આવી પડે, કોઈ આકરા કઠોર મર્મછેદક વચન કહે તો શીઘ્ર પરમાનંદસ્વરૂપ દેહમાં સ્થિત પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું. સમતાભાવ કરવો. ૩૮.
રાગથી ભિન્ન આત્માનું એકત્વ સદાકાળ અંતરમાં પ્રકાશમાન છે પણ રાગની એકતાથી એની દષ્ટિમાં ઢંકાઈ ગયું છે તેથી દેખવામાં આવતું નથી. રાગ છે તે હું છું ને શુભરાગથી મને લાભ થાય છે એ માન્યતા જ આત્માનું અત્યંત અહિત કરનારી છે. વિસંવાદ ઊભો કરનારી છે, આત્માનું બૂરું કરનારી છે. ૩૯.
પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહ્યું છે કે, જે વ્યવહારને પકડે છે તે જીવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com