________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૧૩
પરમાગમસાર] તે જ્ઞાન સ્વસમ્મુખ થઈ શકે. ૩ર
ચૈતન્ય આત્માનો પ્રેમ કરવો. નિર્વિકલ્પ શાંતિ દ્વારા તેને જોવો તે ધર્મ છે. ભગવાન (આત્મા) દેહની જેમ અપવિત્ર નથી. આનંદરસ પ્રભુ છે પણ તેની ખબર નથી. એટલે બહાર ભટકે છે કે જાણે યાત્રાથી કે પૂજાથી મળી જશે. ભગવાન અંદરમાં બિરાજે છે તેને બહાર વિકલ્પો ને રાગની ક્રિયામાં (અજ્ઞાની) શોધે છે. ૩૩.
આત્મા જેવડો ને જેટલો મહાન પદાર્થ છે એવડો મહાન માનવો તે જ આત્માની દયા પાળવારૂપ સમાધિ છે. અને એવા મહાન આત્માને રાગાદિ જેવડો માનવો કે મતિજ્ઞાન આદિ ચાર અલ્પજ્ઞ પર્યાય જેવડો માનવો તે આત્માની હિંસા છે. ૩૪.
આગમ પદ્ધતિને અજ્ઞાની જાણે છે પણ અધ્યાત્મપદ્ધતિના વ્યવહારને પણ જાણતો નથી. તે કર્મફળચેતનારૂપ વસ્તુને શ્રદ્ધા છે, પણ શુદ્ધ જ્ઞાનચેતનારૂપ વસ્તુને શ્રદ્ધતો નથી. કારણ કે તે સદાય સ્વ પર ભેદવિજ્ઞાનને અયોગ્ય છે તેથી કર્મબંધન છૂટવાના કારણભૂત જ્ઞાનમાત્ર એવા ભૂતાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. ભોગના હેતુભૂત શુભકર્મને જ ધર્મ જાણી શ્રદ્ધાન કરે છે. ૩૫.
ચોથા ગુણસ્થાને વિષય - કષાયના પરિણામ હોય છતાં તે સમ્યગ્દર્શનને બાધા કર્તા નથી અને સમ્યગ્દર્શન ન હોય છતાં અનંતાનુબંધી આદિ કષાયની મંદતા હોય છતાં મિથ્યાત્વના પાપને બાંધે છે. કેમ કે તેને સ્વભાવનો આશ્રય લેતો નથી. કોઈને (સમ્યગ્દષ્ટિને) (અપ્રત્યાખ્યાનના) કષાયની ઘણી તીવ્રતા હોય છતાં તેને ક્ષાયિક સમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com