________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
ગમસાર વિકારી પર્યાય પરદ્રવ્યની સન્મુખતા કરે છે તેથી વિકારને દ્રવ્યથી ભિન્ન કહ્યો અને શુદ્ધ પર્યાય રૂદ્રવ્યની સન્મુખ થાય છે તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહેવાય છે. પણ અભિન્નતાનો અર્થ એ છે કે દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે – શક્તિ છે એ જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. પ્રતીતિમાં આવી જાય છે. તેથી શુદ્ધ પર્યાયને દ્રવ્યથી અભિન્ન કહી છે. પણ એનો અર્થ એ નથી કે અનિત્ય પર્યાય નિત્ય દ્રવ્યની સાથે એકમેક થઈ જાય છે. દ્રવ્ય-પર્યાય બન્નેનું સ્વરૂપ જ ભિન્ન હોવાથી બન્ને ભિન્ન છે. પર્યાય દ્રવ્યનો આશ્રય કરે છે. લક્ષ કરે છે તેથી પર્યાય શુદ્ધ થાય છે. પણ તેથી દ્રવ્ય પર્યાય એક થઇ જાય છે તેમ નથી, બન્નેના સ્વરૂપ ભિન્ન હોવાથી પર્યાય દ્રવ્યરૂપ થતી નથી અને દ્રવ્ય પર્યાયરૂપ થતું નથી. ૩૦.
પ્રશ્ન:- અનુમાન જ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય કરે તે અનુમાન જ્ઞાનને સમ્યકજ્ઞાન કહેવાય?
ઉત્તર- અનુમાન જ્ઞાનને સમ્યકજ્ઞાન કહેવાય નહિ. સમ્યકજ્ઞાન સાથે આનંદ હોય છે. આનંદ સહિતના જ્ઞાનને સમ્યકજ્ઞાન કહેવાય. પ્રત્યક્ષ પૂર્વકનું અનુમાન જ્ઞાન હોય તેને સમ્યકજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષ વિનાનું એકલું અનુમાન જ્ઞાન તે સમ્યકજ્ઞાન નથી. પ્રવચનસારમાં (ગા. ૧૭ર) અલિંગગ્રહણના બોલમાં પ્રત્યક્ષ વિનાના એકલા અનુમાન જ્ઞાનનો વિષય આત્મા નથી તેમ કહ્યું છે. ૩૧.
પ્રશ્ન- આત્માની સન્મુખ શી રીતે થયું ?
ઉત્તર - પરની સામે જોવે છે તે સ્વની સામે જોવાથી સ્વસમ્મુખ થવાય. અનંત અનંત જ્ઞાનાનંદ સામર્થ્યવાળી વસ્તુ છે તેનું જેવું અને જેટલું મહાભ્ય છે તેવું અને તેટલું મહાભ્ય તેના જ્ઞાનમાં આવે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com