________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦]
[ પરમાગમસાર નિર્વિકલ્પ દશા થવા અર્થે નવ તત્ત્વોનો વિકલ્પ છોડવાની વાત કરી છે. નવ તત્ત્વોનું જ્ઞાન છે પણ નવ તત્ત્વોનાં ભેદનાં લક્ષે રાગ થાય છે તેથી તે છોડવાની વાત કરી છે. જ્ઞાન નવને જાણે તે રાગનું કારણ નથી, તે તો નિશ્ચય સમકિત છે. નવનું જ્ઞાન યથાર્થ કર્યું છે. પણ નવના વિકલ્પો ઉઠતા હતા તેનો નિષેધ કર્યો છે. ૯૭૩.
પર્યાયમાં પોતાના કારણે અશુદ્ધતા છે. એમ ન માને અને એકલો આત્મા શુદ્ધ જ છે. એમ માને છે તે નિશ્ચયાભાસી છે. ભક્તિ આદિનો રાગ તો મુનિને પણ આવે છે, છતાં નિચલી ભૂમિકામાં તે રાગ હોતો નથી. એમ માને તે નિશ્ચયાભાસી છે, અને રાગ થાય છે એને આદરણીય માને તો તે વ્યવહારાભાસી છે, તે બન્ને મિથ્યાદષ્ટિ છે. ચૌદમાં ગુણસ્થાન સુધી પણ અસિદ્ધત્વભાવ હોય છે. તેને માને નહિ તો, તે ખરેખર નિશ્ચયને પણ જાણતો નથી. અહીં નિશ્ચયનયાવલંબી કહેલ છે તેનો અર્થ નિશ્ચયને જાણે છે એમ નથી પણ નિશ્ચયની વાતો કરે છે પણ નિશ્ચયને યથાર્થપણે જાણતો નથી. પરંતુ નિશ્ચયાભાસનાં શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી માને છે તે જીવ તો નિશ્ચય-વ્યવહાર બન્નેને યથાર્થપણે જાણતો નથી. ૯૭૪.
સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને જ પ્રધાન કહેલ છે. તે અધ્યાત્મવિધાનો રસિક વક્તા હોય તે શોભે છે. શસ્ત્ર બનાવવાની વિધા યંત્ર-જંત્ર-તંત્ર આદિ વિધા તે લૌકિક વિધા છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. એની દષ્ટિપૂર્વક સંસારનો રસ જેને છૂટયો છે, તે અધ્યાત્મરસનો રસિયો છે. ૯૭૫.
યથાર્થ મુનિના ઉપદેશને કહેવાવાળાઓ હોય અને જૈન ધર્મના શ્રદ્ધાળુ હોય એવા વક્તાનો ઉપદેશ શ્રવણ કરવા યોગ્ય છે. પણ મિથ્યાદષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com