________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updafes
પરમાગમસાર ]
[ ૨૬૯
૫૨ નથી, એવા ૫૨થી ભિન્ન પોતાનાં સ્વરૂપને ઢોર બરાબર જાણે છે. તેને ૫૨માં એકત્વબુદ્ધિ થઈને રાગાદિ થતા નથી. ૯૬૯.
*
આત્માની શ્રદ્ધામાં સાતની શ્રદ્ધા આવી જાય છે, પણ તે છળથી કોઈ સામાન્યપણે સ્વ-પરને જાણી અથવા આત્માને જાણી નૃત્યકૃત્યપણું માને તો એ ભ્રમ છે. પુણ્ય-પાપ, દયા-દાનાદિ વિકાર હૈય છે એ જાણ્યા વિના આત્માનું જ્ઞાન સાચું થતું નથી. બંધના ફળને હિતકર માને તે બંધને હિતકર માને છે. આમ કોઈ જીવ માત્ર આત્માને સામાન્યપણે જાણે ને કહે કે મારું કાર્ય પૂરું થઈ ગયું તો તે ભ્રમણા છે. ૯૭૦.
*
સાતને (તત્ત્વ) જાણ્યા વિના આત્માની શ્રદ્ધા થતી નથી. એક જીવને જાણતાં સાત આવી જાય છે. જીવ એકલો સામાન્ય નથી. પણ તેનાં વિશેષો સહિત છે. જીવ-અજીવ સામાન્ય છે, ને આસ્રવાદિ પાંચ તેના વિશેષો છે. આ જાણ્યા વિના અજ્ઞાની લોકો વ્રત-તપમાં ધર્મ માને છે. નય-નિક્ષેપ-પ્રમાણ દ્વારા રાગસહિત વસ્તુનું જ્ઞાન કરવું તે પ્રથમ યોગ્યતા છે. પછી સ્વભાવનાં લક્ષે રાગનો અભાવ થાય છે. આ પ્રયોજનભૂત ૨૬મ છે. તે છૂટી જાય તો પછી કાંઈ પણ કાર્યકારી નથી. ૯૭૧.
*
શુભ-અશુભભાવ બન્ને મટાડવાનો હેતુ છે. તે હેતુ જેને ભાસતો નથી તે કેવળ જાણપણાથી માનને જ વધારે છે. જીવ જ્ઞાનસ્વરૂપ છે. એમ અમે જાણીએ છીએ એમ અજ્ઞાની કહે છે પણ રાગાદિ મટાડવા જેવા છે, શુભભાવ પણ મદદગાર નથી-આદરવા યોગ્ય નથી. એવું જાણવું ન કરે તો તેનું કાર્ય કેવી રીતે સિદ્ધ થાય? ન થાય. એકલા આત્માને અથવા સ્વ-૫૨ને જાણે પણ પાંચ વિશેષોને (આસવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ ) ન જાણે તો કાર્યકારી નથી. ૯૭૨.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com