________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૭૧
પરમાગમસાર] હોય શિષ્યનો લાલચુ હોય પૈસાનો લોભી હોય એવા વક્તાનો ઉપદેશ સાંભળવો નહિ માત્ર ધર્મ ઉપદેશનો દાતા હોય તે પોતાનું અને પરનું ભલું કરે છે. પણ જે કષાય વડે ઉપદેશ આપે છે તે પોતાનું બૂરું કરે છે અને બીજાનું બૂરું થવામાં નિમિત્ત થાય છે. આ પ્રમાણે વક્તાનું સ્વરૂપ છે. ૯૭૬.
ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે છે કે... કોણ છું? ક્યાંથી અહીં આવી જન્મ ધર્યો? મરીને ક્યાં જઈશ? મારું સ્વરૂપ શું છે? આ ચારિત્ર કેવું બની રહ્યું છે. આદિનો જેણે નિર્ણય કર્યો છે. આત્મા અદ્ધરથી આવ્યો છે કે પૂર્વભવમાંથી આવ્યો છે. હું આ કુળમાં જન્મ્યો છું. હું કોણ છું, મરીને ક્યાં જઈશ એટલે કે આ દેહ છૂટશે એટલે હું ક્યાં જઈશ-એવો વિચારવાન શ્રોતા હોવો જોઈએ. મારું ખરું સ્વરૂપ શું છે? અને આ વર્તન બધું શું થઈ રહ્યું છે. ખાવું પીવું, વેપાર-ધંધા, વગેરે જે થઈ રહ્યું છે તે શું છે? મને આ જે ભાવો થાય છે એટલે કે આ પાપ ભાવો થાય છે, કુટુંબનાં-વેપારનાં-શરીરાદિના ભાવો થાય છે તેનું ફળ શું આવશે? અને આ જીવ કેમ દુઃખી થઈ રહ્યો છે, તેવા વિચારો કરનારો યોગ્ય શ્રોતા છે. જેને દુ:ખ જ ન લાગતું હોય તે યોગ્ય શ્રોતા નથી. ૯૭૭.
જે જીવ લૌકિક અનુકૂળતામાં લીન થઈ ગયો હોય, એટલે એને વર્તમાન દુઃખ લાગતું નથી. એવો શ્રોતા ધર્મ શ્રવણને લાયક નથી. ૯૭૮.
ધર્મબુદ્ધિ વડે નિંધ કાર્યોનો જ ત્યાગી થયો છે એવા જીવો શાસ્ત્રના શ્રોતા હોવા જોઈએ. લૌકિકમાં પણ જે ન શોભે એવાં કાર્યો કરતો હોય તે શ્રોતાને લાયક નથી તો પછી એવો જીવ કદી વક્તા તો થઈ શકે જ નહિ. ૯૭૯.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com