________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬]
[ પરમાગમસાર સ્વભાવનું સામર્થ્ય, વિકારની વિપરીતતા અને સંયોગોની પૃથકતાનો નિર્ણય કરે તો સમ્યગ્દર્શન થાય. પોતે સમજીને દિશા પલટાવે તો કાર્ય આવે. નિમિત્ત, રાગ અને પર્યાયની રુચિ છોડી સ્વભાવની રુચિ કરે તો પુરુષાર્થ સાચો છે. ૯૬).
અજ્ઞાની સ્વભાવનું સાધન કરતો નથી, પણ રાગનું સાધન કરે છે તેથી તેનો ભ્રમ દૂર થતો નથી. જે સ્વભાવના આશ્રયે નિર્ણય કરે તેને ભવી- અભવીની શંકા રહેતી નથી. સાચો ઉપદેશ સાંભળીને જે નિર્ણય કરે તેની ભ્રમણા દૂર થાય. સ્વભાવ સન્મુખ નિર્ણય કરતાં વર્તમાન પરિણામની વિશુદ્ધતા થાય છે. ૯૬૧.
તત્ત્વાર્થ શ્રદ્ધાને કહ્યું તેમાં તત્ત્વ અને અર્થ એ બન્નેનો નિર્ણય કરવાનું આવ્યું. દ્રવ્ય-ગુણ અને પર્યાય-ત્રણે અર્થ છે. ત્રણે સત્ છે તે ત્રણેનું સ્વરૂપ તે તેનું તત્ત્વ છે. એકેક સમયની પર્યાય પણ સત્ છે. તે ત્રિકાળ નથી પણ વર્તમાન પૂરતી તે સત્ છે. પર્યાયને સત ન માને તેને અર્થની શ્રદ્ધા નથી. વસ્તુ શું અને તેનો ભાવ શું તે બન્નેને જાણ્યા વિના સાચું તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય નહિ. એકેક સમયની પર્યાય સત્ છે. તેનો મલિનભાવ છે કે નિર્મળભાવ છે, તે પણ જાણવું જોઈએ. આસ્રવ તે તત્ત્વ છે, ને તે મલિન ભાવ છે, સંવર નિર્મળભાવ છે. ૯૬ર.
જીવ અર્થ છે ને જ્ઞાયકપણું તેનો ભાવ છે, અજીવ તે અર્થ છે ને અચેતનપણું-જડપણું તેનો ભાવ છે, સંવર-નિર્જરા તે અર્થ છે ને વીતરાગતા તેનો ભાવ છે. આસ્રવ-બંધ તે અર્થ છે ને મલિનતા તેનો ભાવ છે, કેવળજ્ઞાન પર્યાય તે અર્થ છે કે ત્રણ કાળ-ત્રણ લોકને એક સમયમાં જાણે એવો તેનો ભાવ છે. એ પ્રમાણે “અર્થ” ને અને તેના “તત્ત્વ”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com