________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪]
ગમસાર ચારિત્ર છે. બાહ્ય ત્યાગ તે ચારિત્ર નથી. અજ્ઞાની કહે છે કે બાહ્ય વસ્તુ છોડો તો અંતરમાં રાગ છૂટશે, પણ તે વાત ખોટી છે. ૯૫૪.
આત્મામાં પંચમહાવ્રત ભક્તિ વગેરેના પરિણામ થાય તે શુભરાગ છે, તે આસ્રવ છે. તે રાગને આસ્રવ પણ માનવો ને તેને જ સંવર પણ માનવો તે ભ્રમ છે. એક શુભરાગ છે તે જ આસ્રવનું અને સંવરનું બનેલું કારણ કેમ થાય? મિશ્રભાવનું જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે. સમ્યગ્દષ્ટિને પણ જે રાગ છે તે ધર્મ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રાગરહિત છે તે જ ધર્મ છે. હું જ્ઞાયક છું એવા સ્વભાવના શ્રદ્ધા-જ્ઞાનથી જેટલો વીતરાગભાવ થયો તે સંવર ધર્મ છે. ને તે જ સમયે જે રાગ છે તે આસ્રવ છે. એક જ સમયમાં આવા બન્ને ભાવો મિશ્રરૂપ છે, તે બન્નેને ભિન્ન ભિન્ન ધર્મી જીવ ઓળખે છે. પહેલાં વ્યવહાર અને પછી નિશ્ચય એમ નથી. વ્યવહારનો શુભરાગ તો આસ્રવ છે, આસ્રવ તે સંવરનું કારણ કેમ થાય ? પહેલો વ્યવહાર, તે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એવી દષ્ટિથી તો સનાતન જૈન પરંપરામાંથી જુદા પડીને શ્વેતામ્બરો નીકળ્યા. અને દિગમ્બર સંપ્રદાયમાં રહીને પણ કોઈ એમ માને કે રાગ કરતાં કરતાં ધર્મ થશે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે તો એમ માનનાર પણ શ્વેતામ્બર જેવા જ અભિપ્રાયવાળો છે, તેને દિગમ્બર જૈન ધર્મની ખબર નથી. ૯૫૫.
નિયતનો નિર્ણય પુરુષાર્થથી થાય છે. જે સમયે જે થવાનું તે થવાનું છે. એવો નિર્ણય પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થ સ્વભાવમાં છે ને સ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે. ૯૫૬.
અજ્ઞાની કોઈ વખત શાસ્ત્ર પ્રમાણે જ વાત કરે પણ અંતરંગમાં સ્વ-પરનું ભેદજ્ઞાન નથી. આત્મા આશ્રયે નિર્ણય કર્યો નહિ હોવાથી શાસ્ત્રો પ્રમાણે વાતો કરે તો પણ તેને સમ્યકષ્ટિ કહેવાય નહીં. કેફી માણસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com