________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર
[ ર૬૩ અમારા ભગવાન પાસે દેવો આવે છે તે લક્ષણ નથી. અનંત ચતુષ્ટય પ્રગટ થયાં તે લક્ષણથી અર્વતની ઓળખાણ થાય છે. ૯૫૧.
શાસ્ત્રોમાં જેમ જીવાદિ તત્ત્વ લખ્યાં છે તેમ અજ્ઞાની શીખી લે છે, ત્યાં જ ઉપયોગ લગાવે છે. અને અન્યને ઉપદેશ આપે છે. પણ તત્ત્વોનો ભાવ ભાસતો નથી. તેથી સમ્યકત્વ થતું નથી.
વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે. અર્થ એટલે પદાર્થને વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ છે. રાગ કરતાં કરતાં ધર્મ થશે એમ અજ્ઞાની માને છે. તેને ભાવનું ભાસન નથી. રાગ ને શરીરથી હું ભિન્ન છું, જીવતત્ત્વ છું, શરીર અજીવ છે, રાગ આસ્રવ છે એમ ભાવભાજન થવું જોઈએ. ૯૫૨.
જેમ કોઈ સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિનાં સ્વરૂપને ઓળખે છે તો તે ચતુર જ છે. તેમ કોઈ શાસ્ત્ર ભણે અથવા ન ભણે પણ જો જીવનું ભાવભાસન છે તો તે સમ્યગ્દષ્ટિ છે. પુણ્ય-પાપ દુઃખદાયક છે. અધર્મ છે; રાગરહિત પરિણામ શાંતિદાયક છે. હું શુદ્ધ જ્ઞાયક છું ને શરીર, કર્મ વગેરે અજીવ છે. એમ ભાવભાસન થાય તો તે સમ્યગ્દષ્ટિ જ છે. કદાચિત્ વર્તમાનમાં શાસ્ત્રનું બહુ ભણતર ન હોય તોપણ તે સમ્યગ્દષ્ટિ જ છે. ૯૫૩.
કંચન, કામિની ને કુટુંબ એ ત્રણ છોડો તો ધર્મ થશે. એમ અજ્ઞાની કહે છે. તે છૂટાં જ પડેલાં છે, તેને હું છોડું છું એ માન્યતા જ મિથ્યાત્વ છે. આત્મા તેનાથી પર છે ને રાગદ્વેષરહિત છે એવા આત્માનાં ભાનપૂર્વક રાગ છૂટે તો કંચન, કામિની ને કુટુંબનાં નિમિત્ત છૂટયાં એમ કહેવાય. નહિતર નિમિત્ત પણ છૂટયાં કહેવાતાં નથી. સ્વરૂપમાં લીનતા કરવી તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com