________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬ર ]
[ પરમાગમસાર આત્મા જ્ઞાયક છે, વિકારથી રહિત છે, ચિદાનંદ મૂર્તિ છે એ વાત સુલભ નથી. શેઠાઈ મળવી ને કામ-ભોગ-બંધનની કથા સાંભળવી સુલભ છે. રાજ્યપદ, ચક્રવર્તીપદ દુર્લભ નથી. ઘણા પરિશ્રમથી પામવા યોગ્ય વાત તો આત્માની છે. એ એક જ વાત પ્રશંસનીય છે, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની વાત દુર્લભ છે. જીવે તેનો પુરુષાર્થ કર્યો નથી. પરનું લક્ષ કર્યું છે માટે આત્માની વાત દુર્લભ થઈ પડી છે. જીવને પ્રયોજનભૂત વાતની રુચિ નથી. સમ્યગ્દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય તેનું ભાન નથી. આબરૂ, પૈસા વગેરે દુર્લભ નથી. શરીર, મન, વાણીથી આત્મા જુદો છે એવી વાત જેને રુચે તેણે આત્માની વાત સાંભળી કહેવાય. ૯૪૮.
તત્ત્વજ્ઞાનપૂર્વક પ્રતિજ્ઞા હોવી જોઈએ. સમ્યગ્દર્શન થયા પછી વ્રતાદિનો શુભવિકલ્પ આવે છે, આનંદ સ્વભાવમાં લીન થાઉં એવી ભાવના ધર્મીને આવે છે. પ્રતિજ્ઞા લીધા વિના આસક્તિનો નાશ થતો નથી. પ્રથમ સ્વભાવનું ભાન થવું જોઈએ. ૯૪૯.
સંપ્રદાયમાં જન્મવાથી જૈન થવાતું નથી પણ ગુણથી જૈન થવાય છે. જૈન મોહ-રાગ-દ્વેષ જીતવાવાળો છે, છતાં રાગથી ધર્મ માને તો જૈન નથી. અંતરમાં રાગની રુચિ છે તે જૈન નથી. ૯૫).
જેમ અહંતનું લક્ષણ વીતરાગતા ને કેવળજ્ઞાન છે પણ બાહ્ય સમવસરણ લક્ષણ નથી. મુનિનું લક્ષણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા છે, પણ નગ્ન શરીર નથી; તેમ શાસ્ત્રનું (મુખ્ય) લક્ષણ નવતત્ત્વોનું તથા સાચા રત્નત્રયરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ છે, પણ દયાદાનાદિનું પ્રરૂપણ તે શાસ્ત્રનું મુખ્ય લક્ષણ નથી.
લક્ષણ તેને કહે છે કે જે તે જ પદાર્થમાં હોય ને બીજે ન હોય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com