________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ર૬૧ નિશ્ચયે આત્મા શુદ્ધ છે. તેની પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા હોવા છતાં પર્યાયે પણ વર્તમાન શુદ્ધ માને છે તે નિશ્ચયાભાસી મિથ્યાષ્ટિ છે. મોક્ષમાર્ગમાં તો રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરવાનું હોય છે. જે વડે વિકારનો નાશ થાય તે મોક્ષમાર્ગ છે. શ્રદ્ધામાં વિકારનો આદર નહિ, જ્ઞાનમાં વિકાર ઉપાદેય નહિ અને આચરણમાં પણ રાગ કરે નહિ એ જ મોક્ષમાર્ગ છે. ૯૪૪.
પ્રશ્ન – શાસ્ત્રમાં તો એવો ઉપદેશ છે કે પ્રયોજનભૂત થોડું જ જાણવું કાર્યકારી છે માટે વિકલ્પ શા માટે કરવા?
ઉત્તર:- સાત તત્ત્વ અથવા નવ પદાર્થ જરૂરનાં છે. જે જીવ બહુ જાણે છે ને પ્રયોજનભૂત ન જાણે, તેને કહ્યું છે કે પ્રયોજનભૂત જાણો. અથવા જેનામાં બહુ જાણવાની શક્તિ નથી તેને આ ઉપદેશ આપ્યો છે. જેની બુદ્ધિ થોડી છે તેને કહ્યું કે, પ્રયોજનભૂત થોડું જાણો. ૯૪૫.
હું આત્મા જ્ઞાયક છું એવી સામાન્યની દષ્ટિ તો કાયમ રાખવી. સામાન્ય આત્મા ઉપર દષ્ટિ રાખવી ને જ્ઞાનની વિશેષતા કરવી તે નિર્મળતાનું કારણ છે. વિશેષ જાણવાથી વિકલ્પ થાય છે, એમ અજ્ઞાની એકાંત ખેંચે છે. તેને સમજાવ્યું કે જ્ઞાનની વિશેષતા તે નિર્મળતાનું કારણ છે. ૯૪૬.
જેમ કોઈ ૮૦ વર્ષના વૃદ્ધનાં માથા ઉપર ચાર મણનો બોજો હોય તો તે પૂર્ણિમાના ચંદ્રને જોઈ શકે નહિ. તેમ જે જીવને સંસારનો ઘણો બોજો હોય તે આ વાત વિચારી શકે નહિ. સંસારમાં અનંતકાળ વીતી ગયો, જન્મ-મરણ રહિત આત્માની રુચિ નથી તેને અપૂર્વતા પ્રગટતી નથી. ૯૪૭.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com