________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦]
[ પરમાગમસાર પીધો છે. તેને આસ્રવ સારો લાગે છે. અનાગ્નવી આત્મા સારો લાગતો નથી. તું ભ્રમથી ભૂલ્યો છો માટે આ દષ્ટિ કરી અનુભવ કર, આ એક જ ધર્મની રીત છે. ૯૪).
કેવળજ્ઞાનની પર્યાયને પણ ન જો, પહેલી અવસ્થા શુદ્ધ ન હતી ને પછી શુદ્ધ થઈ એવા ભેદને ન જો. ગુપ્ત ને પ્રગટ અવસ્થા ભેદ એટલે કે દ્રવ્ય ને પર્યાયના ભેદને ન જ. એક સમયનો વિકાર હોવા છતાં શક્તિ એવી ને એવી છે. તે અવસ્થા પ્રગટ થઈ ત્યારે શક્તિ એવી ને એવી છે. આવી શ્રદ્ધા સુખનું મૂળ છે. ૯૪૧.
જ્ઞાન તો સ્વ-પર પ્રકાશક છે. એનો વિવેક એવો હોય છે કે દ્રવ્યદૃષ્ટિએ આત્મામાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ પણ પર્યાયદષ્ટિએ બિલકુલ કર્મ-નોકર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ એમ નથી. હા, સામાન્ય સ્વભાવદષ્ટિમાં સિદ્ધદશા, રાગાદિ અને કર્મનોકર્મનો સંબંધ બધું અભૂતાર્થ છે. દ્રવ્યદષ્ટિએ એ બધું નથી પણ પર્યાયદષ્ટિએ બધું છે. એમ ન જાણે તો એકાંત થાય છે. માટે જેમ છે એમ જાણવું જોઈએ, તો જ્ઞાન સમ્યક્ થાય છે. ૯૪૨.
ભૂતકાળમાં જે પર્યાયમાં અશુદ્ધતા થઈ હતી એવી લાયકાત પર્યાય દષ્ટિએ આત્મામાં હતી જ નહિ એમ નથી. પણ વર્તમાનદષ્ટિ ફરી એટલે જાણ્યું કે, ભૂતકાળની પર્યાય થઈ હતી તે તો થઈ પણ મારો સ્વભાવ અને શક્તિ તો શુદ્ધરૂપે જ થવાનો છે. એમ સમજવું જોઈએ. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ન સમજે તો તે જ્ઞાન મિથ્યા છે. એટલે અસત્ય છે. સજ્ઞાન, સન્દર્શન, સચારિત્ર તે મોક્ષમાર્ગ છે માટે પ્રથમ સાચું જ્ઞાન જેમ છે એમ કરવું જોઈએ. ૯૪૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com