________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[ ૨૫૯
પ્રશ્ન:- જો જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે તો પહેલા મિથ્યાજ્ઞાન કહો અને પછી મિથ્યાદર્શન કહો ?
ઉત્તર:- છે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન થાય નહિ, પરંતુ જ્ઞાનમાં મિથ્યા સંજ્ઞા મિથ્યાદર્શનનાં નિમિત્તથી ને સમ્યગ સંજ્ઞા સમ્યગ્દર્શનનાં નિમિત્તથી થાય છે. ૯૩૬.
*
મિથ્યાદર્શનના કારણે ઉઘાડરૂપ જ્ઞાન અપ્રયોજનભૂતમાં લાગે, પણ પ્રયોજનભૂત તત્ત્વ, દેવ, ગુરુ, શાસ્ત્ર વગેરેનાં નિર્ણયમાં ન લાગે. મારા પરિણામ શું, ગુણ શું, કેવા પરિણામનાં ધરનાર દેવ-ગુરુ હોય, કયા પરિણામને ધર્મ તથા કયા પરિણામને અધર્મ કહે છે, એ પ્રયોજનભૂત વાત ઉપર ઊંધી રુચિના કા૨ણે લક્ષ જતું નથી. ૯૩૭.
*
સ્વભાવ ઉપાદેય છે, અને રાગ તૈય છે. એ અમુક ભૂમિકા સુધી છે. ૫૨માર્થે તો બધું જ્ઞેય છે, પણ રાગ ટળી જાય છે માટે તેને હૈય કહ્યો છે.
૯૩૮.
*
જેમ કૂતરો લાકડી પ્રત્યે દ્વેષ કરે છે પણ મારનારની સામે જોતો નથી તેમ અજ્ઞાની ૫૨ જીવો પ્રત્યે રાગ-દ્વેષ કરે છે પણ પોતાનાં પૂર્વ કર્મ અનુસાર સંયોગો મળે છે તેમ જોતો નથી. ૯૩૯.
*
આત્માના અનુભવ વિના સંસાર તૂટતો નથી. તપ કરે, ઉપવાસ કરે-તે બધો રાગનો રસ છે. જેનાં કારણે સંસારમાં ફરવું થાય છે તે વ્યવહારને ભલો જાણી કેમ સેવે છે? જેને વ્યવહાર અથવા દયા-દાનાદિનાં ભાવ સારાં લાગે છે તે મિથ્યાદષ્ટિ છે, તે દુઃખ પામે છે. તથા જેણે દયાદાન, હરખ-શોકનાં ભાવને ભલા માન્યા છે તેણે મિથ્યાત્વનો દારૂ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com