________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬]
[ પરમાગમસાર જ હોય છે. અજ્ઞાની વીતરાગ ધર્મને દુ:ખરૂપ માનીને તેની આશાતના કરે છે. ૯૨૪.
બધા દેવ સાચા છે, બધા ધર્મો સાચા છે એ માન્યતા તે વિનય મિથ્યાત્વ છે. વીતરાગ સર્વજ્ઞદેવનાં ધર્મ સાથે કોઈ પણ અન્ય ધર્મનો મેળ નથી. છતાં બધા ધર્મો સાથે સમન્વય કરવો તે વિનય મિથ્યાત્વ છે. કોઈનો વિરોધ કરવાની વાત નથી પણ જેને હુજી ગૃહીત મિથ્યાત્વ પણ છૂટયું નથી એવાઓનો વિનય કરવો તે વિનયમિથ્યાત્વ છે. ૯૨૫.
રૂના ધોકડામાં પાંચ લાખની ખોટ જતી હોય તે તો જાએ નહિ ને તેની ખોળમાંથી રૂના પૂમડાં વીણવા બેસે તો કાંઈ ખોટ પૂરાય નહિ. તેમ અપ્રયોજનભૂત વાત જાણવામાં રોકાય પણ પ્રયોજનભૂત તત્ત્વો દેવ-ગુરુશાસ્ત્ર વગેરેને જાણે નહીં તો મિથ્યાત્વ ટળે નહિ. અહીં હીન અધિક જાણવાની મુખ્યતા નથી પણ પ્રયોજનભૂત તત્ત્વોને ઓળખીને તેની યથાર્થ પ્રતીતિ કરવાથી જ મિથ્યાત્વ ટળીને સમ્યકત્વ થાય છે. ૯૨૬.
જીવ શું ને અજીવ શું? તે જાણે નહિ અને શરીરનો રોગ દૂર કરીને, કે પૈસા મેળવીને વગેરે ઉપાયથી પોતાનું દુઃખ ટાળવા માગે તો તે ઉપાય જૂઠા છે. દુઃખ તો જીવમાં છે ને તે દુઃખ મોહથી છે તો તે દુઃખ પણ જીવમાં યથાર્થ ભાન કરીને મોહ ટાળવો તે જ ટાળવાનો ઉપાય છે. ૯૨૭.
આપણે સાચું માનશું તો આપણો લોકમાં વ્યવહાર રહેશે નહિ. એવો વિચાર છોડી દે, મૃત્યુ થતાં દુનિયા સાથે આવશે નહિ. સ્ત્રી–સેવનના પાપ તથા માંસ ખાવાના પાપ કરતાં પણ મિથ્યાત્વનું પાપ અનંતગણું છે. દેવને કુદેવ માને કુદેવને દેવ માને, કુગને ગુરુ માનવા, કુશાસ્ત્રને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com