________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૨૫૭ શાસ્ત્ર માનવા વગેરે પ્રકારની મિથ્યા માન્યતા માંસ ભક્ષણ ને શિકારના પાપ કરતાં મહાન પાપ છે. સાત તત્ત્વની વિપરીત માન્યતા મહાન પાપ છે. લોકોને આ પાપનો ખ્યાલ નથી. પર જીવની અવસ્થા આત્મા કરી શકે છે એમ માને છે. કુદેવાદિને માનવા જેવું ને સાત તત્ત્વની વિપરીત માન્યતા જેવું જગતમાં કોઈ મોટું પાપ નથી. ૯૨૮.
વિકાર તથા સ્વભાવને જીવ એક માની રહ્યો છે. તેથી સાચા વિચાર કરી શકતો નથી. જો મિથ્યા વિચારમાં ઢીલો પડે કે વિકાર કૃત્રિમ છે ને સ્વભાવ નિરૂપાધિસ્વભાવ છે તો ભેદજ્ઞાનનો અવસર આવે પણ અજ્ઞાનીએ એકતા માની છે. દયા-દાનાદિથી ધર્મ માને છે તે માન્યતાથી એટલે મિથ્યાદર્શનના બળથી બન્નેની જુદાઈ કરતો નથી. વ્યવહાર કરીએ, કષાય મંદ કરીએ તો ધર્મ થાય, એવી ઊંધી શ્રદ્ધા સ્વભાવને તથા વિભાવને જુદા જાણવાના વિચાર કરવા દેતી નથી. ૯૨૯.
કોઈને સન્નિપાત થયો હોય તે કોઈવાર સરખું બોલે ને કોઈવાર, તિરસ્કાર કરે તેમ અજ્ઞાની કોઈવાર જાણપણું સાચું કરે ને કોઈવાર યથાર્થ ન જાણે પણ અજ્ઞાનીને સાચી શ્રદ્ધા નથી. તેથી તેનું જ્ઞાન સાચું નથી. નિશ્ચય નિર્ધાર વડે શ્રદ્ધાપૂર્વક તે જાણતો નથી. ૯૩૦.
કોઈને સત્ય વાતનો ખ્યાલ આવે પણ તેને મોટપ લેવામાં ગોઠવી દે છે. મહાન આચાર્યની વાણી વાંચી ખ્યાલમાં આવી જાય પણ તે નિમિત્તે પોતાનું માન પોષે તો તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. આવો જીવ સત્ય જાણે છતાં પ્રયોજન વિપરીત સાધે છે. આચાર્યોના શાસ્ત્ર વાંચે ખરો પણ અયથાર્થ પ્રયોજન એટલે જગતનાં માન પૂજા માટેનું તથા સંપ્રદાય ચલાવવા માટેનું પ્રયોજન સાધે તેથી તેનું મિથ્યાજ્ઞાન છે. ૯૩૧.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com