________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[ ૨૫૫ અહીં અમે સમજી શકીએ નહિ એમ કહે. ઘર છોકરાની સગાઈની વાત ચાલતી હોય તો ત્યાં ઘરના બધા માણસો ચતુરાઈ બતાવે છે, ચોપડાનાં હિસાબમાં ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢે, ગમે તેવું અટપટું કામ હોય તોપણ તેનો ઉકેલ કરે, ત્યાં ઉપયોગને લગાવે અને અહીં સમજાય નહિ. એમ કહે તો તેને ધર્મની રુચિ જ નથી. અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ કરવાનો જે નિષેધ કરે છે તે ભગવાનના માર્ગનો ઢષી છે એમ આથી સિદ્ધ થાય છે. ૯૨૧.
દ્રવ્યાનુયોગ સિવાય બીજા ત્રણ અનુયોગમાં જૈનમાર્ગનો મુખ્ય અધિકાર નથી. માટે પ્રથમ દ્રવ્યાનુયોગ કે જેમાં તત્ત્વજ્ઞાન છે તેનો અભ્યાસ મુખ્યપણે કરવો યોગ્ય છે. ૯૨૨.
શંકા –એવી શંકા છે કે અધ્યાત્મ ઉપદેશ આ કાળમાં ન કરવો જોઈએ.
સમાધાનઃ- આ કાળમાં સાક્ષાત્ મોક્ષ થવાની અપેક્ષાએ હલકો છે પણ આત્માના અનુભવ માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવામાં અત્યારે મના નથી. તેથી આત્માનુભવ માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો. વર્તમાનમાં ભાવલિંગી મુનિનો પણ નિષેધ નથી. સમ્યગ્દર્શન પણ વર્તમાનમાં થઈ શકે છે તેથી તેને માટે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો યોગ્ય છે. ૯૨૩.
- પુણ્યભાવને સારો માને અને પાપભાવને ખરાબ માને તે બંધતત્ત્વની ભૂલ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર સુખરૂપ છે. છતાં તે દુઃખરૂપ લાગે છે, તે સંવરતત્ત્વની ભૂલ છે. આત્મામાં શાંતિરૂપ ચારિત્રદશા સુખરૂપ છે. તેને અજ્ઞાની દુઃખરૂપ અને વેળુનાં કોળિયા સમાન માને છે તેને સંવરતત્ત્વની ખબર નથી. ધર્મ દુઃખદાયક હોય નહિ પણ સુખરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com