________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updafes
પરમાગમસાર ]
[૨૫૩
કરવાથી ભોગ પણ પોતાનાં ગુણને કરી શકતા નથી એટલે કે તેઓ (વિશેષ ) બંધ કરી શકતા નથી. જ્ઞાની નબળાઈના રાગનો સ્વામી થતો નથી. ત્રિકાળી સ્વભાવનો સ્વામી થાય છે. આમ જે જોતો નથી તે બાહ્યદષ્ટિવાન બહિરાત્મા છે, અંતર્દષ્ટ દેખવાવાળો અંતરાત્મા છે. ૯૧૫.
*
પ્રશ્ન:- શુદ્ધોપયોગ જ્યારે લાવવા માગે ત્યારે સમકિતી લાવી શકે ને ?
સમાધાનઃ- હું શુદ્ધોપયોગ લાવું એવી ઈચ્છા સમકિતીને નથી, ઇચ્છા રાગ છે, ને તેનાથી શુદ્ધોપયોગ આવતો નથી. સ્વભાવ સન્મુખ થતાં ઈચ્છા તૂટી જાય છે. સમકિતીને અકષાય પરિણમન સદાય છે, છà ગુણસ્થાને અકષાય પરિણમન છે પણ શુદ્ધોપયોગ નથી. ચોથે-પાંચમે ગુણસ્થાને શુદ્ધપરિણતિ સદાય છે. પણ શુદ્ધોપયોગ સદાય નથી. સ્વરૂપમાં લીન થતાં બુદ્ધિપૂર્વક રાગનો અભાવ થાય તે શુદ્ધોપયોગ છે. સ્વભાવ સન્મુખ ષ્ટિ થઈ પછી કાળક્રમે શુદ્ધોપયોગ આવે છે. શુદ્ધોપયોગની ભાવના છે પણ શુદ્ધોપયોગને ઇચ્છાપૂર્વક લાવું એવો લોભ સમકિતીને નથી. ૯૧૬.
*
જ્ઞાનીને ઉપયોગનો પણ લોભ હોતો નથી. સહજ શુદ્ધોપયોગ હોય છે. ઈચ્છા થવી એ ભાવના નથી પણ આસ્રવ છે. જ્ઞાનમાં એકાગ્રતા થવી
ભાવના છે. પર્યાયનો ક્રમ બદલાવું એ દૃષ્ટિ મિથ્યાદષ્ટિની છે. ક્રમ પલટતો નથી. પુરુષાર્થ ગુણને જુદો પાડીને જ્ઞાની કાર્ય કરતા નથી. જ્ઞાનાનંદ સ્વભાવનાં આશ્રયે સહજ શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. ૯૧૭.
*
પરને છોડું કે શુભને છોડું એ વાત તો છે જ નહિ. પણ શુદ્ધને લાવું એમ પણ નથી. આ વસ્તુની મર્યાદા છે. શુદ્ધોપયોગનો કાળ ન હોય તે વખતે શું જ્ઞાની તેને લાવવા માગે? શું પર્યાયનો ક્રમ ફેરવવા માગે છે? ના, જ્ઞાનસ્વભાવ તરફ પુરુષાર્થ છે તેમાં શુદ્ધોપયોગ આવી જાય છે. જે સમયે જે પરિણામ થવાના તે થવાના, તેને પલટાવવાની બુદ્ધિ સમકિતીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com