________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨ ]
[પરમાગમસાર
પ્રથમ સત્ય સમજવાની જિજ્ઞાસા હોવી જોઈએ. અનાદિથી ભૂલ ચાલી આવે છે. પણ યથાર્થ સમજવાનો પ્રસંગ મળે તો તે ભૂલ છૂટે, ભૂલને ભૂલ ન માને તો ભૂલ કદી ટળે નહિ. ૯૧૧.
*
સાધારણ બાળ જીવોને સમજાવવા કથાનુયોગમાં પુણ્યનાં ફળ બતાવે પણ તે ધર્મ નથી. પરિણામનું વર્ણન કરણાનુયોગમાં છે ને ચરણાનુયોગમાં ( આચરણની ) પદ્ધતિ કેવી હોય છે તે વાત ચાલે છે. સ્વભાવમાં અરાગી પરિણામ થાય ને રાગ ઘટે તે પ્રયોજન હોય છે. ૯૧૨.
*
જીવઅજીવના ભેદો જાણવાનો હેતુ ભેવિજ્ઞાન કરાવવાનો છે. ને આસ્રવ-પુણ્ય-આદિનું કથનમાં પણ પુણ્ય ભાવ કરાવવાનો હેતુ નથી. વીતરાગભાવ થાય તે હેતુ છે. જૈનદર્શનનો મર્મ દ્રવ્યાનુયોગમાં છે. માટે યથાર્થ રીતે દ્રવ્યાનુયોગ સમજવો જોઈએ. ૯૧૩.
*
મૂળ ચીજ આત્માની દષ્ટિ છે. દ્રવ્યાનુયોગ વિના નિવેડો નથી. ને સમાગમ વિના દ્રવ્યાનુયોગ સમજાય તેમ નથી. આત્મા ચિદાનંદ સ્વરૂપ છે. એની પ્રતીતિ કરી રાગરહિત થાઓ, અભેદ સ્વભાવનું લક્ષ કરો એમ દ્રવ્યાનુયોગ મહિમા ગાય છે. વળી દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મઉપદેશની પ્રધાનતા છે. ત્યાં દયા-દાનાદિ પરિણામનો નિષેધ કરે છે. અજ્ઞાની દયા-દાનાદિમાં ધર્મ માને છે તે ભૂલ છે. દ્રવ્યાનુયોગમાં સ્વભાવદષ્ટિ કરાવવા પુણ્યનો નિષેધ કરાવે છે. અજ્ઞાની બાહ્યક્રિયામાં પુણ્ય માને છે. અહીં તો સમ્યગ્દષ્ટિનાં પુણ્યનો પણ નિષેધ કરે છે. સ્વભાવનાં આશ્રયે જ ધર્મ છે એમ સમજાવે છે. ૯૧૪.
*
જીઓ, સમ્યક્ત્વનું માહાત્મ્ય કે જેનાં બળથી ભોગ પણ પોતાનાં ગુણને કરી શકતા નથી. ભગવાન સત્ ૫રમેશ્વર છે તેનો સ્વીકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com