________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૨૫૧
પરમાગમસાર] થાય તેનું નામ વીતરાગભાવ છે. ૯૦૬.
(તત્ત્વ સંબંધી) વિકલ્પો વસ્તુનો નિશ્ચય કરવા માટે કારણ છે. પણ વસ્તુનો નિશ્ચય થતાં એનું કાંઈ પ્રયોજન રહેતું નથી. માટે એ વિકલ્પોને પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાઈ રહેવું યોગ્ય નથી. ૯૦૭.
તત્ત્વજ્ઞાની થઈ ચરણાનુયોગને અભ્યાસે છે, તેને બધાં આચરણ પોતાનાં વીતરાગભાવ અનુસાર ભાસે છે, સમ્યગ્દષ્ટિ જીવ આત્મજ્ઞાનપૂર્વક આચરણ પાળે છે. શ્રાવકને બાર વ્રતનો તથા મુનિને ૨૮ મૂળગુણ પાલનનો વિકલ્પ આવે છે. મુનિને વસ્ત્ર-પાત્ર રાખવાનો ભાવ હોતો નથી. મુનિને માત્ર સંજ્વલન કષાય હોય છે, ઉપદેશ આપવાનો, આહારનો કે વિહારનો રાગ તેમને આવે છે તે બધાં પોતાની વીતરાગતા અનુસાર થતા ભાસે છે. ૯૦૮.
અજ્ઞાની જીવ શાસ્ત્રનું રહસ્ય ન સમજે તેથી તેનું બધું જ્ઞાન કુશાન છે. ને સમ્યગ્દષ્ટિ કુશાસ્ત્ર વાંચે તોપણ સુજ્ઞાન છે. જેની દષ્ટિ સવળી છે તેનું બધું સવળું છે ને જેની દષ્ટિ અવળી છે તેનું બધું જ્ઞાન અવળું છે. મિથ્યાષ્ટિ નવપૂર્વ, અગિયાર અંગ ભણે તોપણ અજ્ઞાન છે. ૯૦૯.
જેની પાસેથી જ્ઞાન મળ્યું હોય તેનો વિનય કરવો, ભગવાનનાં શાસ્ત્રનો વિનય કરવો, જ્ઞાની પાસેથી વાત મળવા છતાં કહે કે અમારા શાસ્ત્રમાં પણ એવી જ વાત છે ને હું પણ એમ જ માનતો હતો, અમારામાં નિશ્ચય ને વ્યવહાર બને છે એમ માને તો વ્યવહારનો પણ ચોર છે. આત્માનું ભાન નથી માટે નિશ્ચયનો તો ચોર છે જે માટે એવો અવિનય ન કરવો. ૯૧૦.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com